બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ધમકી આપવાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. વર્લી પોલીસે આરોપી સોહેલ પાશાની કર્ણાટકથી ધરપકડ કરી છે. પોલીસે કહ્યું કે આરોપી એ જ વ્યક્તિ છે જેણે ‘મેં સિકંદર હૂં’ ગીતના શબ્દો લખ્યા છે, મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર સોહેલ પાશાએ ખ્યાતિ મેળવવા માટે આ ધમકીભર્યો સંદેશ મોકલ્યો હતો.
આ કેસમાં અગાઉ મુંબઈ પોલીસે જે નંબર પરથી આ SMS મોકલવામાં આવ્યો હતો તે નંબરને ટ્રેક કર્યો હતો અને આ નંબર કોઈ વેંકટેશનો હોવાનું બહાર આવ્યું હતું. તપાસમાં સામે આવ્યું છે કે સોહેલ પાશાએ કર્ણાટકના રાયચુરમાં એક માર્કેટમાં ફરતી વખતે વેંકટેશની મદદ માંગી હતી અને પાશાએ OTP દ્વારા તેના વોટ્સએપ નંબર પર લોગ ઈન કરીને મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલ રૂમને ધમકીભર્યો મેસેજ મોકલ્યો હતો. આ કેસમાં આજે પાશાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં તેને 2 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે આ ધમકીભર્યો મેસેજ ગત ગુરુવારે રાત્રે લગભગ 12:00 વાગ્યે મોકલવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે સલમાન ખાન અને લોરેન્સ બિશ્નોઈ પર એક ગીત લખવામાં આવ્યું છે અને તેને નહી ચોડવાની વાત કરવામાં આવી હતી. એક મહિનામાં ગીલતના લેખકની હત્યા કરવામાં આવશે, ગીત લખનારની હાલત એવી હશે કે તે તેના નામે ગીત લખી શકશે નહીં. જો સલમાનમાં હિંમત હોય તો તેને બચાવી લે.’- લોરેન્સ બિશ્નોઈ ગેગ.
અગાઉ મુંબઈ પોલીસ અધિકારીઓએ ટ્રાફિક પોલીસ કંટ્રોલમાં મળેલા મેસેજની ઓળખ કર્ણાટકના રહેવાસી તરીકે કરી હતી. આ પછી આરોપીને પકડવા માટે પોલીસની એક ટીમ સરહદી રાજ્ય મહારાષ્ટ્રમાં મોકલવામાં આવી હતી.
સલમાનને જાનથી મારી નાખવાની ધમકી આપનાર એક વ્યક્તિ એનસીઆર પ્રદેશના નોઈડામાંથી ઝડપાયો હતો. આ પહેલા ઝારખંડના એક વ્યક્તિએ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને ધમકીભર્યા મેસેજ મોકલ્યા હતા અને બાદમાં માફી માંગી હતી. આ પહેલા આ વ્યક્તિએ પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય ગણાવ્યો હતો અને કેસના સમાધાન માટે 5 કરોડ રૂપિયાની માંગણી કરી હતી.