દિલ્હીનાં લાલ કિલ્લા નજીક થયેલા કારમાં બ્લાસ્ટની ઘટના બાદ ગુજરાત રાજ્યની પોલીસ એલર્ટ મોડ પર છે. આ ઘટના બાદથી સુરત શહેરમાં ઠેર ઠેર સઘન ચેકિંગો ચાલી રહી છે. પોલીસ કમિશ્નરની સુચના બાદ સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી સુરત રેલ્વે સ્ટેશન સહિતના વિસ્તારોમાં સઘન ચેકિંગ ચાલી રહી છે.
આ તનાવભર્યા માહોલ વચ્ચે બુધવારે રાંદેર વિસ્તારમાં આવેલ ગણેશ મંદિર સામે ટ્રાફીક સિગનલ પાસે બિનવારસી હાલતમાં એક સુટકેસ મળતા સુરત પોલીસ દોડતી થઈ ગઈ હતી. એટલુ જ નહીં બોંબ ડિસ્પોજલ અને ડોગ સ્કોડની ટીમ દ્વરા સુટકેસની સ્કેનીંગ કરી ચેક કરવામાં આવ્યું હતું.
જોકે સુટકેસમાં કઈ વાંધાજનક કે શંકાસ્પદ વસ્તુ નહીં મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો, બીજી બાજુ બાજુ સુટકેસ કોઈ ટીખળ માટે કે લોકોને ભયમાં મુકવા માટે મૂકી ગયા હોઈ તેવી શક્યતાઓના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને સુટકેસ કોણ મૂકી ગયું તે દિશામાં તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે અને સુટકેસ મુકનાર એક અજાણ્યો માનસિક રોગી યુવક હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે વધુમાં રાંદેર પોલીસ સ્ટેશના પીઆઈ આરજે ચૌધરીએ જણાવ્યું હતું કે સુટકેસ મળ્યાની ઘટના બાદથી અમારી ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અલગ અલગ દિશાઓમાં લાગેલ સીસીટીવી કેમેરાઓ ચેક કરવામાં આવ્યા હતા તેમજ હ્યુમન ઇન્ટલીજંસનાં આધારે સુટકેસ મુકનાર વ્યક્તિ સુધી પહોચ્યા હતા.
આ સુટકેસ 40થી45 વર્ષીય એક યુવકે મૂકી હતી અને તે યુવક માનસિક રીતે અસ્થિર મગજનો છે. જે શહેરમાં આમતેમ રખડતો હોવાનું તપાસમાં જાણવા મળ્યુ હતું તેમજ તેના પરિવારજનોના પણ નિવેદનો લેવામાં આવ્યા હતા. તેઓ રાંદેરના હિદાયતનગરમાં રહે છે. આ યુવક માનસિક રીતે અસ્થિર છે અને તેને યોગ્ય સારવાર માટે હોસ્પીટલમાં દાખલ કરવાની કોરીયા પણ પરિવાજનો કરતા હતા. માનસિક અસ્થિર હોવાથી તેની વિરૂદ્ધમાં કોઈ ગુનો નોધવામાં નથી આવ્યું.