Charchapatra

કાશ્મીરની પ્રજા, ગાંધારીના પાટા બાંધીને જીવે છે કે શું?!

આઝાદી કાળથી કાશ્મીરની પ્રજા ભારતને એક યા બીજી રીતે કનડતી આવી છે. એ પ્રજાને ‘કાશ્મીર’ નામનો અલગ દેશ બનાવવો છે. એમને એમનો અલગ વડાપ્રધાન જોઇએ છે. આવા બધા દીવાસ્વપ્નો જોનારી કાશ્મીરની પ્રજા દિવસે દિવસે ‘વકરતી’ જાય છે. સ્વાયત્તાને નામે આજ લગી એ પ્રજાને અબજો રૂપિયા ભારતે ધરી દીધા છે. એ પૈસા ત્યાંના કહેવાતા નેતાઓ ચરી ગયા છે અને પ્રજા ગરીબ બનતી રહી છે. કાશ્મીરની પ્રજાને પોતાનું હિત શેમાં સમાયેલું છે એનું એમને ભાન નથી. એમના અલગતાવાદી નેતાઓ જેટલું સમજાવે છે એટલું જ એ પ્રજા સમજે છે. આમ, કાશ્મીર ખીણની મોટાભાગની પ્રજા ગુમરાહ બની ગઇ છે.

અધુરામાં પૂરું પડખે વસેલું પાકિસ્તાન કાશ્મીરીઓને ભડકાવ્યે રાખે છે. પાકિસ્તાનમાં તૈયાર થયેલા ત્રાસવાદીઓ કાશ્મીરની સરહદોમાંથી ઘુસીને કાશ્મીરી લોકોના આશ્રય તળે કાશ્મીરમાં તથા ભારતમાં ત્રાસવાદ ફેલાવ્યે રાખે છે. છેલ્લા કેટલાક સમયથી આવા ત્રાસવાદીઓ, કાશ્મીરમાંના હિન્દુઓની બે – રોકટોક કત્લેઆમ ચલાવી રહ્યા છે. કાશ્મીરના ભણવા લાયક યુવાનો અંધ બનીને પાકિસ્તાનમાં છાને – છપને ત્રાસવાદનું ભણતર ભણીને ભારત તરફ બંદૂકો ફોડતા રહ્યા છે. પોતાની ભલાઇ કે ઉજળા ભવિષ્યની પરવા કર્યા વગર કાશ્મીરી યુવાનો ત્રાસવાદીઓ બની રહ્યા છે. આ બધી નાપાક હરકતોથી છેવટે તો કાશ્મીરી પ્રજાને જ ભયંકર નુકસાન વેઠવું પડવાનું છે. કાશ્મીરના દેશદ્રોહી તત્વો યાદ રાખે કે કાશ્મીર કયારેય ભારતસંઘથી છૂટું પડવાનું નથી. તેઓ જેટલા વહેલા સમજશે એટલું એમનું ભલુ જલ્દી થશે. બાકી એક વખત ભારતનું લશ્કર બગડશે ત્યારે પાકિસ્તાનને એના ત્રાસવાદીઓને તથા ગદ્દાર કાશ્મીરીઓને ઠેકાણે પાડી દેશે અને છેવટે એ જ થશે.
સુરત     – બાબુભાઇ નાઇ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top