29, માર્ચના ગુજરાતમિત્રમાં ‘રાજકાજ ગુજરાત’ લેખમાં ભાઈશ્રી કાર્તિકેય ભટ્ટે ચિંતન મનન, અનુભવો સરવાળો સુપેરે પ્રસ્તુત કર્યો છે. પ્રતિભાવ અદ્દભૂત ‘સરકાર પાસે રોજીંદા જીવનમાં કોઇ અપેક્ષા નથી.’ શાકમાર્કેટમાં 500 ગ્રામના 30 રૂપિયા પરંતુ કિલો લેતા 50 રૂપિયા કંઇ જાતનુ ગણિત છે. આ કોઇ પુછનાર ? શાકના ભાવ તમ્મા આવી જાય એવા કૌટુંબિક જરૂરિયાત સુદ્ધા ભાગ ભજવે છે. લડવાનું જીતવા માટે નહિ જીવવા માટે અને વેપારીથી ફુટ (અપવાદ નીકળે) આ જગતમાં બીજું કોઇ નથી. આજકાલ વાર્ષિક અનાજ, મસાલા ભરવાની પણ સિઝન ચાલે. હળદર, જીરુ, મરચાં જે દૈનિક ઉપયોગના રસોડા તેમાં ભેળસેળ કેવી રીતે તપાસવી. કોઇ તજજ્ઞ માર્ગદર્શન આપે. મધ્યમવર્ગ શેરડીના સાંઠાની જેમ બંને બાજુથી પીલાય છે.
પૂરાં પૈસા ચૂકવતા થોડા દિવસ પર ચીઝનો બનાવટી જથ્થો પકડાયો બનાવટી ડોકટર? દર્દીને નવજીવન બક્ષનારના ગોરખધંધા તો જુઓ. કમ સે કમ એક વડાપ્રધાને ભાવ સ્થગિત કરેલા એટલું તો કરો. કંટાળી છે પ્રજા હવે તો. જોન સીન્ડલર લખે છે ‘જયારે કોઇ પરિસ્થિતિમાં સારી રીતે કેમ જીવવું તેનું આયોજન કરું. દરેક માણસમાં સુષુપ્ત શકતી હોય છે. જરૂર છે. તેને જગાડવાની, ઓળખવાની, ઢંઢોળવાની અને કાર્યરત કરવાની છતાં સહનશક્તિની હદ પણ પુરી તો થઇ જાયને!
સુરત – કુમુદભાઈ બક્ષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
પોસ્ટ કર્મચારીઓની મજબુરી
કેટલાક વર્ષોથી સ્ટાફની ભરતી બંધ છે. કામનું ભારણ વધતુ જાય છે. આથી કયારેક તેઓનું બીપી વધી જાય છે કે ગુસ્સે થઇ જાય છે. આના મજબુરીવશ એજન્ટોની મદદ લેવી પડે છે. એજન્ટો પોતાના ગ્રાહકોને પહેલા સાચવશે. સામાન્ય ગ્રાહક અને સિનિયર સીટીઝનની કફોડી હાલત થાય છે. એજન્ટ અને કર્મચારીની કમીશનમાં ભાગીદારી હોય છે. ન માનવામાં આવે પણ આ જ એજન્ટો કર્મચારીઓને નાની મોટી ભેટ સોગાદો આપે છે. એટલે સ્વાભાવિક છે કે ડાંગના માર્યા ઉંચે જુએ અને અન્નના (ભેટ સોગાદ) માર્યા નીચુ જોય. હજુ સુધી પોસ્ટ ઓફિસનું યાંત્રીકરણ પુરેપુરુથયુ નથી એટલે કયારેક ભાર વેંઢારવો પડે છે.
સુરત – અનિલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.