કેમ? ત્યારે સંસદ સભ્યો, ધારાસભ્યો કે મંત્રી મહોદયનાં પગાર તથા ભથ્થાઓ માટે કોઇ જ જાતનો વિલંબ થતો નથી એ સત્ય છે અને સરકારી કર્મચારીઓ તથા પેન્શનરોના પગાર અને પેન્શનના પ્રશ્ને દુર્લક્ષતમ સમય લેવામાં આવે છે. કર્મચારી સંસદનો સંબંધીત અધિકારીને મળીને થાકી જતા હોય છે પણ યોગ્ય ઉત્તર મળતા નથી. કોઇપણ સંસ્થામાં કામ કરતા કર્મચારીઓના પ્રશ્નનો ત્વરીત જ નિકાલ કરવો જોઇએ કારણ કર્મચારીઓ અને એમની સંસ્થા પ્રત્યેની લાગણી સંસ્થાનો આધાર હોય છે. હવે સરકારી કર્મચારીઓ માટેનો પગાર પંચ હોય છે તો સમયના ધોરણે તેની કાર્યવાહી થવી જોઇએ. ભારત દેશનું સ્વતંત્ર લોકશાહીનું સરકાર થયું તો પણ સાંસદો, ધારાસભ્યોને પગાર કે પેન્શનની કોઇ વાત હતી નહીં અને પગાર કર્મચારીરૂપે દેશસેવકો કે પ્રજાનાં પ્રતિનિધિઓ કામ કરે એનો અનેક સભ્યોએ વિરોધ કર્યો હતો.
પણ હવે તો સાંસદો અને ધારાસભ્યો અને સમિતિ પદાધિકારોને પગાર ઉપરાંત જીવનાંત સુધી પેશનની વ્યવસ્થા થઇ ગઇ છે. હવે અનેક સંસદ સભ્યો, મંત્રી બન્યા છે અને પક્ષના પણ શ્રેષ્ઠ પદ પર બિરાજમાન છે તો એમના માટેનું પગારધોરણ કેવું હોય? કારણ હમણા જ સાંસદો અને ધારાસભ્યોને પગાર અને પેન્શનનો નવો સ્લેબ ડિકલર થયો છે. એ પગારધોરણ કઇ સમિતિ નક્કી કરે છે? એની માહિતી પણ પ્રજાને મળે તો યોગ્ય ગણાશે અને લોકશાહીમાં સરકાર બધા જ કર્મચારીઓ ઉપર કૃપાદૃષ્ટિ રાખે એવું બધા ઇચ્છે છે.
સુરત – બાળકૃષ્ણ વડનેરે– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
