SURAT

સુરત: ભાઈએ કહ્યું હોસ્પિટલમાં પણ દારૂ પીવડાવીશ, તું ઓપરેશન કરાવી લે પરંતુ…

સુરત: સુરતમાં વિચિત્ર ઘટના બની છે. અહીંની નવી સિવિલ હોસ્પિટલમાં એક દારૂડિયાને ઓપરેશન કરાવવા માટે મનાવવા તેના ભાઈએ હોસ્પિટલમાં દારૂ પીવડાવવાની લાલચ આપી હતી, તેમ છતાં દારૂડિયો ભાઈ માન્યો નહોતો અને હોસ્પિટલમાંથી ભાગી ગયો હતો.

  • પાંડેસરાના યુવકને ગુપ્તાંગના ભાગે મોટું ગુમડું થયું, નવી સિવિલમાં ડોક્ટરે ઓપરેશન કરવાનું કહ્યું પરંતુ દારૂના વ્યસની યુવકને એવું કે હોસ્પિટલમાં રહીશ ત્યારે દારૂ પીવા નહીં મળશે એવું માની યુવકે ઓપરેશન કરવાનો ઇનકાર કરી હોસ્પિટલમાંથી નાસી ગયો

સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા 25 વર્ષિય યુવકને ગુપ્તાંગના ભાગે ગુમડું થયું હોવાથી ઓપરેશન માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. દારૂના વ્યસની યુવકને એવું હતું કે હોસ્પિટલમાં રહેશે તે સમયે દારૂ પીવા નહીં મળે તેથી ઓપરેશન જરૂરી હોવા છતાં યુવક હોસ્પિટલમાંથી નાસી ગયો હતો.

નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર પાંડેસરાના બમરોલી વિસ્તારમાં રહેતો 25 વર્ષિય ભગો( નામ બદલ્યું છે) મજુરી કામ કરે છે. પરિવારમાં પત્ની, ચાર સંતાન અને ભાઈ છે. ભગોને ગુપ્તાંગના ભાગે ગુમડું થયું છે. તે ગુમડું ધીરે-ધીરે વધતું જઈ રહ્યું છે. સ્થાનિક ડોક્ટરને બતાવતા તેને મોટી હોસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું.

તેથી ભગોને તેનો ભાઈને નવી સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યો હતો. ત્યાં ડોક્ટરે તપાસ કરતા તેનું ઓપરેશન વહેલા તકે કરવાની જરૂરત હોવાનું જણાવ્યું હતું. ભગોને દારૂ પીવાનું વ્યસન છે. ભગોને એવું કે તેને હોસ્પિટલમાં કેટલા દિવસ રહેવું પડશે તે નક્કી નથી. આ દરમિયાન તેને દારૂ પીવા મળશે નહીં. તેથી તેને ઓપરેશન કરવાનો ઇનકાર કરી દીધો હતો.

ભગોના ભાઈએ તેને સમજાવ્યું કે જેટલા પણ દિવસ હોસ્પિટલમાં રહેશે એટલા દિવસ તે કોઈ પણ રીતે તેના સુધી દારૂ હોસ્પિટલમાં પહોંચાડી દેશે પરંતુ તું ઓપરેશન કરી લે. દરમિયાન ભગોએ ઓપરેશન કરવાની ના પાડી દીધી અને હોસ્પિટલમાં સંબંધી અને ડોક્ટરો તેમજ સ્ટાફની નજર સામે હોસ્પિટલમાંથી નાસી ગયો હતો. સ્ટાફે તેને પકડવાની કોશિષ કરી પરંતુ તે કોઈના હાથે આવ્યો ન હતો. પાંડેસરા પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે.

Most Popular

To Top