Business

દેશનુ ભવિષ્ય એવા યુવાનોની વ્યથા

હમણાં જ નાલંદા યુનિવર્સિટીના કેમ્પસના ઉદ્ઘાટન પ્રસંગે પ્રઘાનમંત્રી મોદીએ કહ્યુ કે ભારતને દુનિયાનુ સૌથી અગત્યનુ નોલેજ સેન્ટર બનાવી ભારતને ફરી દુનિયાનુ જ્ઞાન પ્રાપ્તિ માટેનુ નામાંકિત/પ્રખ્યાત સેન્ટર બનાવવાનો એમનો ઉદ્દેશ છે. એક તરફ પ્રઘાનમંત્રી કે જેઓ આપણા દેશને શિક્ષણ ક્ષેત્રે દુનિયાનો અગ્રણી દેશ બનાવી  વિશ્વગુરૂ બનવાની વાતો કરે છે એની સામે આપણે ત્યાં લાખો વિદ્યાર્થીઓનુ ભવિષ્ય જેની સાથે સંકળાયેલ છે એવી સ્પર્ઘાત્મક પરીક્ષાના પેપર લીક થવાને કારણે લગભગ એકાદ કરોડથી પણ વઘુ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.

યુપીએસસી, આરઓ, નીટ જેવી અલગ અલગ કક્ષાની અને પોલીસ ભરતી સહિતની સ્પર્ઘાત્મક પરીક્ષાઓ કે જેમાં લાખો વિદ્યાર્થીઓ અને નોકરી વાંચ્છુકો અરજી કરી રાત–દિવસ તૈયારી કરી પરીક્ષા આપવા આવે છે એવા સમયે જ પેપરો ફુટી જવાથી પરીક્ષા રદ કરવાના સમાચાર આ યુવાનોને મળે છે ત્યારે એમની માનસિક હાલત કેવી થતી હશે એતો જે ભોગવે એ જ જાણે. કહેવાય છે કે પેપર ફોડવાનો ઘંઘો કરોડોમાં થાય છે જેમાં શિક્ષણક્ષેત્રના માંઘાતાઓ અને રાજકારણીઓ પણ સંકડાયેલા હોઇ શકે. યુવાન યુવતીઓ એમના ભવિષ્ય સાથે ચેડા થતા અટકાવવા રસ્તા પર આવ્યા ત્યારે સત્તાઘીશોએ પગલા લેવડાવવાની શરૂઆત કરી એ જોતા વિચાર આવે છે કે આટલો ઉહાપોહ ન થયો હોત તો શું બઘુ ભીનુ સંકેલાઇ જાત? આવા તો ઘણાં સવાલ છે જેમાંના ઘણાં અનુત્તર રહેવા જ સર્જાયેલા છે.
સુરત     – હિતેન્દ્ર ભટ્ટ       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

“આસ્તિક, નાસ્તિક કરતા કોઈપણ પરિસ્થિતિ મા મન પર નિયંત્રણ રાખનારો જ વાસ્તવિક કેહવાવો જોઈએ?
સમાજમાં અંધશ્રદ્ધા, વહેમ, કુરિવાજો, જ્ઞાંતીભેદ, અસ્પૃશ્યતા, સદીઓથી ચાલી આવેલ છે, કુરિવાજો, અંધશ્રદ્ધા વગેરે નાબુદ થાય તે માટે અનેક જાણીતા વિચારકોએ જેહાદ જગાવી હતી, પ્રથમ તો સમાજમાં પ્રવર્તતી સતી પ્રથા વિરૂદ્ધ રાજા રામ મોહનરાયે જેહાદ જગાવી તો સતી પ્રથા સંપૂર્ણ નાબુદ થઈ. અંધશ્રદ્ધા વિરૂદ્ધ રામસ્વામી પેરિયાર, રમણ પાઠક, જાથ ના જયંત પંડ્યા વગેરે અનેક મહાનુભાવોએ પ્રયત્નો આદર્યા તેમ છતા સમાજમાંથી અંધશ્રદ્ધા, વહેમ, સંપૂર્ણ પણે નાબુદ નથી કરી શક્યા તો અસ્પૃશ્યતા, આભડછેટ નાબુદ થાય તે માટે સદીઓ પેહલા ભક્ત કવિ નરસિંહ મહેતા હરિજનવાસમાં ભજન કરવા ગયેલા અને ન્યાત બહાર મૂકેલા ત્યારપછી મહાત્મા ગાંધીજી એ અષ્પૃત્યતા નિવારણ નું કામ આરંભ્યું તેમ છતા ૨૧મી સદીમાં નાબુદ નથી કરી શક્યા.

બંધારણ ના ઘડવૈયા ડો બાબાસાહેબ આંબેડકર પણ વડોદરામાં આભડછેટ નો ભોગ બનેલા આજે પણ ગ્રામ્ય કક્ષાએ પરિસ્થિતિ યથાવત છે એ અખબારોમાં પ્રસિદ્ધ થતા સમાચારો વાંચતા જણાય છે, મોટા શહેરોમાં માનસિકતા યથાવત છે . દેશની કમનસીબી માનો કે બીજુ કંઈ પણ ગણો પણ વંચિતો પરના અત્યાચારો ઘટવાનું નામ લેતા નથી, એટલે માનવી ભલે આસ્તિક, નાસ્તિક હોઈ પણ માનવીય મૂલ્યો ધરાવનારો વાસ્તવિક હોવો જોઈએ.
સુરત     – ચંદ્રકાંત રાણા    – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top