હાલ બંગલા દેશ માં બંધારણીય રીતે નિર્વાચિત શ્રીમતી શેખ હસીના સરકારનું હિંસક આંદોલનકારીઓ સામે લશ્કર ની ગણતરી પૂર્વકની નિષ્ક્રિયતા અને સરકારી આદેશોની નાફરમાની ને કારણે પતન થયું. આ જોઈ ને ભારત નાં વિપક્ષો ખુશ થયા અને ભારત માં પણ આ જ રીતે હાલની બંધારણીય રીતે સ્થાપિત કેન્દ્ર સરકાર નાં પતન નાં સ્વપ્નો જોવા લાગ્યા. પણ મુખ્ય વિપક્ષ નો પોતાનો ૧૯૭૫ નો ભુતકાળ સગવડ ભરી રીતે ભૂલાવવાનો તેનાં હાલ નાં આગેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેમાં સલમાન ખુરશીદ અને , ફારૂખ અબ્દુલ્લા અને ‘ આપ’ નાં પંજાબ નાં મુખ્ય પ્રધાન મુખ્ય રૂપે રહ્યા છે.
કોંગ્રેસ નાં આગેવાનો પોતાનાં પક્ષ ને આ વક્તવ્ય થી અલગ કરવાનું નિવેદન કરે છે પણ આ નિવેદન કરનાર સામે કોઈ પગલાં નહીં લઈને પોતે તેમાં સહમત છે નો આડકતરો સંદેશ આપી રહ્યા હોય તેવું પ્રતીત નથી કરવી રહ્યા શું ? જ્યારે ૧૯૭૫ માં શ્રીમતી ઇન્દિરા ગાંધી એ આપખુદ પગલાં લેવા શરૂ કર્યા હતા ત્યારે સ્વ શ્રી જયપ્રકાશ નારાયણ જી એ પોલીસ દળો ને અપીલ કરી હતી કે સરકાર નાં ગેરકાયદે આદેશો માનવા નહીં ત્યારે તેમની સામે સરકારે આક્ષેપ કર્યો હતો કે શ્રી જયપ્રકાશ જી એ બંધારણીય રીતે સ્થાપીત સરકાર ને ગેરબંધારણીય રીતે ઉથલાવવાનો પ્રયત્ન કર્યો હતો અને તેમનાં સહિત અનેક વિપક્ષી પ્રતિષ્ઠિત આગેવાનો ને કારાવાસ માં નાખ્યા હતા તો પોતે શું લોકોને ભૂલાવી દઈ શકશે ? આ તો પોતાને માટે ની અને અન્યો માટે ની નીતિ તદ્દન વિરોધાભાષી? ભારત નું સૈન્ય રાજકીય મહત્વકાંક્ષા ધરાવતું નથી. કદાચ ભારત નાં શરૂઆતનાં ઘડવૈયાઓ એ પાણી પહેલા પાળ બાંધી હતી.
હા નિવૃત્ત જનરલો કોઈ કોઈ પક્ષ માં જોડાઈ ને સરકારનો ભાગ બને જરૂર છે. અને સેનાઓ નાં વડાઓ સેનાનાં સર્વોચ્ચ પદ પર બહુ ટુંકી મુદત માટે રહે છે. વિપક્ષ ને સેનાઓ ની કેવી કદર છે તે તો સર્જીકલ સ્ટ્રાઇક વખતે અને ડોકલાંગ વખતે પણ જોઈ લીધું હતું. એક મુદ્દો એ પણ છે, કે જો ત્યાંનાં લોકોને ફક્ત શેખ હસીના થી જ તકલીફ હતી તો તોફાનો હજુ બંધ કેમ નથી થયા ? બધી લઘુમતી ની સાફસૂફી નો હેતુ તો નથી? ભ્રષ્ટાચાર માટે અદાલત દ્વારા સજા પામેલા, મૂજીબુર રહેમાન અને તેના સાથીઓ ની હત્યા માં શામેલ બાદમાં લશ્કરી સરમુખત્યાર બનેલા ઝિયા ઉર રહેમાન નાં બાદમાં સત્તાધીશ થયેલા પત્ની, ખાલેદા ઝિયા ને છોડી મૂકવાનો હુકમ શું બતાવે છે ?
સુરત – પિયુષ મહેતા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.