ગુજ.મિત્રના 12/12/24ના અંકમાં રમેશ ઓઝાનો વાત પાછળની વાત પ્રસિદ્ધ થયેલ લેખના વિચારો ભલે લેખકના પોતાના હોય, પણ એક નાગરિકે રજૂ કરેલ વિચારોના સમર્થનમાં કે વિરોધમાં અન્ય વાચક નાગરિક પોતાના વિચારો રજૂ કરી શકે તે કોઈ પણ દૈનિક સ્વીકારી શકે. આ લેખમાં રજૂ થયેલ વિચારો ભવિષ્યની અપેક્ષિત અરાજકતા નિવારવાના શુભ હેતુથી પ્રગટ થયા છે, એવું ચોક્કસ માની શકાય. જો વર્તમાન સરકાર અતીતના કોઈ કાયદાને કે સ્થળોનાં નામોને ન જ માનવાનો અફર નિર્ણય કરીને જ જે તે સ્થળોને કે સ્થળોનાં નામોને ફકત હિન્દુ રાષ્ટ્રને જ સ્પર્શે તેવું કરવાની ઈચ્છા ધરાવે તો નિયતિનો એક નિયમ પણ સરકારે ધ્યાનમાં રાખવાની જરૂર છે.
દરેક દુરાગ્રહની એક મર્યાદા હોય છે અને તે જ્યારે ઓળંગાય ત્યારે વિરોધ કે વિદ્રોહ થવાની સંભાવના નકારી શકાતી નથી અને તેવા રાજકીય દુરાગ્રહનું પરિણામ ફકત ને ફકત નિર્દોષ પ્રજાએ જ ભોગવવું પડે છે. માટે સરકારે સમય વર્તે સાવધાન થઈ, ભારતમાં ફકત ને ફકત હિન્દુ મંદિરો જ હતાં તેવું યેનકેન પ્રકારે સિદ્ધ કરી અન્ય ધાર્મિક સ્થાનોને ભોંયભેગાં કરવાનો કાનૂની પ્રયત્ન કરનારને અટકાવવાનું શ્રેય લેવું જોઈએ. આશા છે.
સુરત – રાજેન્દ્ર કર્ણિક આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.