રાજ્યમાં કોરોનાના કેસ ૨૩ હજારથી ઘટીને ૧૬ હજાર થયા, 19નાં મોત

રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કેસ ઘટીને ૨૩ હજારથી ૧૬ હજાર સુધી આવી ગયા છે. આજે રાજયમાં કોરોનાના નવા ૧૬૬૧૭ કેસ નોંધાયા છે. જયારે રાજયમાં સારવાર દરમ્યાન ૧૯ દર્દીએ જીવ ગુમાવ્યો છે. જયારે એક્ટિવ કેસ વધીને ૧.૩૪ લાખ સુધી પહોંચી ગયા છે. રાજયમાં અત્યાર સુધીના કોરોના કેસનો આંક વધીને ૧૦,૬૨,૫૫૫ સુધી પહોંચી ગયો છે.

રાજયમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યા ૧૩૪૮૩૭ જેટલી છે. જે પૈકી ૨૫૮ દર્દીઓ વેન્ટિલેટર પર છે. જયારે ૧૩૪૫૭૯ દર્દીઓની સ્થિતિ સ્થિર છે. જયારે રાજયમાં અત્યાર સુધીમાં ૯,૧૭,૪૬૯ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જયારે રાજયમાં ૧૦૨૪૯ દર્દીઓાં મોત થયા છે.

રાજયમાં નવા નોંધાયેલા ૧૬૬૧૭ કેસ પૈકી અમદાવાદ શહેરમાં ૬૧૯૧, વડોદરા શહેરમાં ૨૮૭૬, સુરત શહેરમાં ૧૫૧૨, વડોદરામાં ૭૭૯, સુરતમાં ૬૩૯, રાજકોટ શહેરમાં ૪૧૦, ભાવનગર શહેરમાં ૩૯૯, ગાંધીનગર શહેરમાં ૩૯૮, આણંદમાં ૨૯૧, ભરૂચમાં ૨૬૯, મહેસાણામાં ૨૬૬, વલસાડમાં ૨૪૬, પાટણમાં ૨૧૩, રાજકોટમાં ૨૧૧, ગાંધીનગરમાં ૨૦૩, અમરેલીમાં ૧૭૫, કચ્છમાં ૧૭૫, નવસારીમાં ૧૫૪, જામનગર શહેરમાં ૧૩૮, બનાસકાંઠામાં ૧૦૭, ખેડામાં ૧૦૫, મોરબીમાં ૧૦૨, અમદાવાદમાં ૮૬, જુનાગઢ શહેરમાં ૮૦, સુરેન્દ્રનગરમાં ૭૨, દ્વારકામાં ૬૩, દાહોદમાં ૪૨, જામનગરમાં ૪૨, સાબરકાંઠામાં ૪૧, નર્મદામાં ૪૦, ગીર સોમનાથમાં ૩૮, જુનાગઢમાં ૩૭, છોટા ઉદેપુરમાં ૩૬, પોરબંદરમાં ૩૩, તાપીમાં ૩૧, ૩૧, પંચમહાલમાં ૩૦, ભાવનગરમાં ૨૯, ડાંગમાં ૧૯, અરવલ્લીમાં ૧૮, બોટાદમાં ૧૨ અને મહીસાગરમાં ૯ કેસ નોંધાયા છે. રાજયમાં દર્દીઓનો રિકવરી રેટ ૮૬.૩૫ ટકા જેટલો છે. જયારે સારવાર દરમ્યાન અમદાવાદ શહેરમાં ૬, સુરત શહેરમાં ૨, સુરત જિ.માં ૨, ભાવનગર શહેરમાં ૧, મહેસાણામાં ૧, વલસાડમાં ૩, નવસારીમાં ૧, બનાસકાંઠામાં ૨, દાહોદમાં ૧ એમ કુલ ૧૯ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.

રાજ્યમાં રવિવારે 1.16 લાખ લોકોનું રસીકરણ
રાજયમાં આજે સાંજ સુધીમાં ૧.૧૬ લાખ લોકોનું રસીકરણ કરાયુ છે. જેમાં ૪૫ વર્ષથી વધુ ઉમરના ૩૬૬૮ લોકોને રસીનો પ્રથમ ડોઝ , ૪૫ વર્ષથી વધુ ઉમરના ૧૬૯૦૦ લોકોને રસીનો બીજો ડોઝ , ૧૮થી ૪૫ વર્ષ સુધીના ૧૪૨૧૦ લોકોને રસીનો પ્રથમ ડોઝ , ૧૮થી ૪૫ વર્ષ સુધીના ૫૨૫૬૧ લોકોને રસીનો બીજો ડોઝ, ૧૫થી ૧૮ વર્ષના ૧૧૫૯૮ યુવકોને રસીનો પ્રથમ ડોઝ તથા ૧૭૪૨૪ લોકોને રસીનો પ્રીકોસન ડોઝ અપાયો છે. આ રસીકરણમાં હેલ્થ કેર વર્કર તથા ફ્રન્ટ લાઈન વર્કરનો પણ સમાવેશ થઈ જાય છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં ૯,૬૩,૪૫,૩૨૭ લોકોને રસી અપાઈ છે.

Most Popular

To Top