Vadodara

બાળક ચોર મહિલા આવી હોવાની વાતે લોકોને દોડાવ્યા

વડોદરા તા.16
વડોદરાના પદમલા ગામની સરકારી શાળામાં બાળકચોર મહિલા આવી હોવાની વાત ફેલાતા ગ્રામજનોમાં દોડધામ મચી ગઇ હતી. માતા પિતા સહિતના પરિજનો પોતાના વહાલસોયાને લેવા માટે હાફળા ફાફળા બની ગયા હતા. જો કે જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળ પર દોડી આવી મહિલાની પૂછપરછ કરતા અસ્થિર મગજની હોવાનું માલૂમ પડ્યું હતું.
વડોદરા શહેરના જિલ્લામાં અવારનવાર બાળક ચોર ટોળકી ફરતી હોવાની વાતો ફેલાતી જોવા મળે છે. ત્યારે શુક્રવારના રોજ વડોદરા જિલ્લાના પદમલા ગામમાં આવેલી સરકારી ચાલુ સ્કૂલમાં એક મહિલા ઘુસા આવી હતી અને મારા દિકરા ત્યાં અભ્યાસ કરે છે તેમ કહીને શાળામાં તેના બાળકને લેવા માટે ગઇ હોવાનુ જાણવા મળ્યું હતું. સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ મહિલા ધોરણ-6માં અભ્યાસ કરતી બાળકીને ઘરેથી લેવા મોકલી છે તેમ કહીને બાળકીને સાથે લઇ ગઇ હતી. પરંતુ બાળકીએ બહાર આવીને બુમાબુમ કરતા ગ્રામજનો ભેગા થઇ હતા. દરમિયાન ગામમાં બાળક ચોરી મહિલા ઘુસી આવી હોવાના વાત વાયુ વેગે ફેલાતા શાળામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા મહિલા બાળકનું અપહરણ કરવા આવી હોવાનું વાતે લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે બાળક ચોરી ટોળકીના વાત જાણ મળતા વેંત જ તુરંત સ્થળ પર દોડી આવીને મહિલાને પકડી પાડી હતી. તેની પૂછપરછ કરતા મહિલા અસ્થિર મગજની હોવાનું જાણવા મળ્યુ હતું. જેથી પોલીસ દ્વારા મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે ગામમાં બાળકચોરી મહિલાના આવી હોવાના ભયથી પોત પોતાના બાળકોને લેવા માટે પણ દોડી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top