વડોદરા : હજુ બે દિવસ પહેલા વડોદરા ના નવા મેયર તરીકે પિન્કી સોનીની વરણી થઇ છે. ત્યારે તેમને ઠેર ઠેર થી અભિનંદન ની વર્ષા થઇ રહી છે. નવા મેયર શિક્ષિત હોવાથી વડોદરા વાસીઓ તેમની પાસે થી ઘણી અપેક્ષા રાખી રહીયા છે. વડોદરામા રખડતા ઢોર, રોડ પર ગંદકી, હેરિટેજ ઇમારતો જેવી કે ન્યાંયમંદીર, વિશ્વામિત્રી પ્રોજેક્ટ,સલાટવાડા થી લઈ જુના કારેલીબાગ પોલીસ સ્ટેશન અને પશુ દવાખાના સુધીના તેમજ મંગળબજાર અને સાયકલ બજારના કાયમી દબાણો નો આજદિન સુધી ઉકેલ આવ્યો નથી, શહેર મા પીવાનું પાણી ગંદુ આવે છે.
ડ્રેનેજો ઉભરાય છે. રોડ રસ્તા પર પેચવર્ક મા બરાબર ધ્યાન અપાતું નથી.વડોદરા ભાજપના નપાણીયા શાસકોને સત્તાની ધરા સોપી હતી. ભાજપના નપાણીયા શાસકોએ વડાપ્રધાન દિલ્હીની વાટ પકડયાના એક દાયકા બાદ પણ વડોદરા શહેરોમાં ફક્ત સમસ્યા સમસ્યા અને સમસ્યાઓ જ છે. એ સમસ્યા પછી વકરેલી પાણીની સમસ્યા, બિસ્માર જાહેર માર્ગો કે પછી વડોદરાના શહેરીજનો માટે માથાનો દુખાવો એવા રખડતા ઢોરની સમસ્યા હોય કેમ કે રખડતા ઢોરની સમસ્યા થી અનેક લોકોને પોતાના જીવનું જોખમ રહેલું છે.
ભાજપના નપાણીયા શાસકો દ્વારા આ સમસ્યાનો કોઈ ઉકેલ તેમની પાસે નથી કે દુર કરવો નથી તેની ખબર પડતી નથી. ત્યારે હવે જોવાનું એ રહીયુ કે વડોદરા ની જાહેર થયેલી ટીમ શું ધોલકું ધુએ છે.તે તો આવનારો સમયજ બતાવશે. આવી તો અનેક સમસ્યા છે. નવા મેયર ભલે મહિલા હોય પરંતુ કઠોર નિર્યણ લેતા નહીં અચકાય તો શહેર મા પણ તેઓ લોકપ્રિય બની રહેશે.
સંસ્કારી નગરીના નવા મેયર મોર્ડન હોવાથી યુવાવર્ગ મા હોટ ફેવરિટ
આ યુગ મોર્ડન યુગ છે. આપણી વિધાનસભા, લોકસભા, મહાનગર પાલિકા સહીતના વિભાગમા અનેક હોદેદારો મોર્ડન અને આધુનિક છે તેવીજ રીતે વડોદરા ના નવા મહિલા મેયર સોશિયલ મીડિયા મા એક્ટિવ છે. જો તેઓ હજુ વધારે એક્ટિવ બનશે તો વડોદરાના યુવાવર્ગ મા વધુ લોકચાહના મેળવશે.અને શહેરના યુવાવર્ગના કહેવા પ્રમાણે અમારી પાસે શહેર ના વિકાસ માટે અનેક વિઝન છે.
મેયર સહિતની ટીમ રબ્બર સ્ટેમ્પ તો નહીં બની રહે ને ??
છેલ્લા 20 વર્ષથી પાલિકાની રાજકીય ટીમે વડોદરા માટે કશું જ નવું કર્યું નથી. માત્ર દબાણો અને ગાયો પકડી ને વાહવાહી મેળવી છે. તે સિવાય ની જટિલ સમસ્યાઓ અત્યાર સુધી ઉકેલી શક્યા નથી નવા મેયર ની ટીમ તેમના અઢી વર્ષના કાર્યકાળ દરમ્યાન પ્રજાની પ્રાથમિક જરૂરિયાત પુરી પાડશે તો પણ ઘણું છે. કારણ કે વર્ષો પછી પણ પ્રજાની પ્રાથમિક જરૂરિયાતો નો ઉકેલ આવ્યો નથી. અત્યાર સુધી ના હોદેદારો માત્ર રબ્બર સ્ટેમ્પ જ રહીયા છે. માત્ર વિકાસના મોટા મોટા આયોજનો ની વાતો કરી ને વિકાસ થવાનો નથી. એટલે નવી ટીમ માત્ર પ્રજાની પ્રાથમિક જરૂરિયાત પુરી પાડે તો પણ ઘણું છે. મેયર તરીકેની જ્યારે જવાબદારી મળી છે ત્યારે તેઓએ પણ તેને બખૂબી નિભાવી નિર્ણય શક્તિ કેળવી શહેરના વિકાસ માટે વિચારવુ પડશે. અને તેમાં પણ યુવાધનને ધ્યાનમાં રાખી આધુિનકતાથી શહેરને આધુિનક ગતિ આપવી પડશે તો જ તેઓ શહેરીજનોના દિલમાં રાજ કરી શકશે.