કેન્દ્રમાં શાસક રાજકીય પક્ષો તેમના પક્ષના નેતાઓને રાજ્યપાલ અને ઉપરાજ્યપાલ તરીકે નિયુક્ત કરે છે તે પરંપરા રહી છે. તે કાં તો વૃદ્ધ નેતાને ખુશ કરવા, તેમને બાજુ પર રાખવા અથવા જ્યાંથી તે ઉમેદવાર આવે છે તે રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં (યુટી) જમીની સ્તરે રાજકીય વાસ્તવિકતાઓ સાથે સંબંધિત હોય છે. દુર્ભાગ્યવશ, વહીવટ અને બંધારણીય ઝીણવટભર્યા મુદ્દાઓમાં કુશળતાના સ્વરૂપમાં યોગ્યતાને ધ્યાનમાં રાખવામાં આવતી નથી. રાજભવનનો ઉપયોગ શાસક પક્ષો દ્વારા રાજકીય કાવતરાઓના કેન્દ્ર તરીકે કરવો, કાં તો વિપક્ષ શાસિત રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને હેરાન કરવા અથવા પોતાનાં રાજકીય હિતોને આગળ વધારવા માટે કરવામાં આવે છે અને આ કેન્દ્રમાં સત્તામાં રહેલા તમામ પક્ષો માટે સત્ય છે. પરંતુ તેનો દુરુપયોગ વધુ થયો છે અને દિવસે ને દિવસે ગંભીર વળાંક લે છે.
તો, જમ્મુ અને કાશ્મીરના ભાજપના વરિષ્ઠ નેતા, ભૂતપૂર્વ વિધાનસભા સ્પીકર અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી કવિન્દર ગુપ્તાની લડાખના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિમણૂક આ પરંપરાને અનુરૂપ છે. 5 ઓગસ્ટ, 2019ના રોજ કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે અસ્તિત્વમાં આવ્યા પછી, તેઓ ત્યાંના રાજ્યપાલ બનનારા પ્રથમ રાજકારણી છે. આ હદ સુધી આ એક સ્વાગતપાત્ર પગલું છે કારણ કે લડાખ રાજકીય સશક્તિકરણ અને નિવાસ અધિકારોના રક્ષણ માટે જાહેર ચળવળનો સામનો કરી રહ્યું છે. તેઓ જેનો ભાગ હતા તે રાજકીય પક્ષના રાજકીય હિતોથી ઉપર ઊઠીને આવી પરિસ્થિતિનો સામનો કરવામાં તેમની કુશળતાની આ વાસ્તવિક કસોટી હશે. શું તેઓ તે કરી શકશે? કેન્દ્ર સરકાર તેમના જેવા મધ્યમ કક્ષાના ભાજપ નેતાને જમીની સ્તર પર કાર્ય કરવા માટે કેટલી છૂટ આપશે?
આ પ્રશ્નોના સીધા જવાબ આપવા મુશ્કેલ છે કારણ કે જમ્મુ-કાશ્મીરમાં ભાજપના પુરોગામી નેતાઓ જેવા કે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રોફેસર ચમનલાલ ગુપ્તા, ઋષિકુમાર કૌશલ કે વાજપેયી-અડવાણી યુગ દરમિયાન હરિયાણાના રાજ્યપાલ રહેલા અનુસૂચિત જાતિના અગ્રણી નેતા બાબુ પરમાનંદ જેવું કદ કે રાજકીય સ્થાન તેમની પાસે નથી. આ ઉપરાંત ઉચ્ચ-તીવ્રતાવાળા જાહેર-રાજકીય વિવાદોને ઉકેલવામાં તેમનો વહીવટી ટ્રેક રેકોર્ડ નથી. અહીં મુદ્દો વ્યૂહાત્મક રીતે સ્થિત લડાખમાં સામાજિક અશાંતિનો છે જ્યાં ચીન ભારત પર દબાણ બનાવી રાખે છે.
જો કે, જમ્મુ અને કાશ્મીર સાથે લાગેલા કેન્દ્રશાસિત પ્રદેશના રાજ્યપાલ તરીકે ગુપ્તાની નિમણૂકનું રાજકીય મહત્ત્વ ગુમાવવું જોઈએ નહીં. હકીકત એ છે કે તેઓ જમ્મુ પ્રદેશના છે, જે છેલ્લા એક દાયકાથી ભાજપનો ગઢ અને હિન્દુત્વની નાની પ્રયોગશાળા બની ગયો છે અને હાલમાં અધૂરાં વચનોને કારણે ત્યાં સત્તાવિરોધી ભાવના પ્રવર્તી રહી છે અને તેઓ આ પ્રદેશમાં ભાજપના સમર્થન આધારનો મુખ્ય ભાગ, મહાજન સમુદાયના છે. આ બાબત ગુપ્તાના પદને વધુ રસપ્રદ બનાવે છે.
એવું લાગે છે કે તેમને જાણી જોઈને પડોશી કેન્દ્રશાસિત પ્રદેશની કમાન સોંપવામાં આવી છે જેથી તે જમ્મુ અને કાશ્મીરમાં (જમ્મુ પ્રદેશ વાંચવું) રાજકારણને પ્રભાવિત કરી શકે. તે સ્થાનિક લાગણીઓને શાંત કરવા અને હિન્દુત્વ સમર્થન આધારને અકબંધ રાખવા અને તેને કોંગ્રેસ માર્ગે જતાં અટકાવવાનો પણ એક પ્રયાસ છે. કારણ કે લડાખ વિધાનસભા વિનાનો કેન્દ્રશાસિત પ્રદેશ છે. લેહ રાજભવનમાં ગુપ્તાની હાજરી તેમને મુખ્યમંત્રીનો દરજ્જો આપશે જેની સામે કોઈ વિરોધ પક્ષ નથી. જો કેન્દ્ર અથવા તેઓ લડાખીઓના ન્યાયી અધિકારો માટે લડવાની સ્થિતિસ્થાપકતાને અવગણે તો તે ભોળપણ હશે. અને આ એ સ્થિતિ છે જ્યાં તેમણે પોતાને સાબિત કરવાની જરૂર પડશે.
લડાખના લે. ગવર્નર અને કેન્દ્રના મોહરા તરીકે, તેમણે એવી પરિસ્થિતિનો સીધો સામનો કરવો પડશે જેનો સામનો કદાચ તેમણે નાયબ મુખ્યમંત્રી અને સ્પીકર તરીકેના તેમના ટૂંકા કાર્યકાળ દરમિયાન પહેલાં ક્યારેય કર્યો ન હોય. તેમના માટે કાર્ય પડકારજનક બનાવ્યું છે તે એ છે કે આંદોલનનું નેતૃત્વ કરતી સર્વોચ્ચ સંસ્થાની પ્રોફાઇલ રાજકારણથી ભરેલી સંસ્થા કરતાં વધુ બિનરાજકીય અને જાહેર પ્રોફાઇલ બની ગઈ છે.
બે અગ્રણી નેતાઓ, લેહ સર્વોચ્ચ સંસ્થાના અધ્યક્ષ, થુપસ્તાન છેવાંગ જે આરએસએસ સાથે નજીકના સંબંધો ધરાવતા ભૂતપૂર્વ ભાજપ સાંસદ છે અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા, નવાંગ રિગ્ઝિન જોરાના રાજીનામાથી, નેતૃત્વ શિક્ષણવિદ્ અને કંઈક નવું લાવવા માટે જાણીતા સોનમ વાંગચુકને સોંપવાની સંભાવના સાથે, પરિસ્થિતિમાં એક નવું તત્ત્વ ઉમેરાયું છે. છેવાંગ અને જોરા બંનેએ સ્પષ્ટતા કરી છે કે તેઓ આંદોલનનો ભાગ રહેશે.કદાચ, ગુપ્તા પર આરએસેસને વિશ્વાસ છે તેના કારણે કેટલાક વિવાદો તેમને સતાવી રહ્યા હોવા છતાં તેમને આ પદ સોંપાયું છે. કિશોરાવસ્થામાં આરએસેસમાં જોડાવા ઉપરાંત, તેઓ જમ્મુ અને કાશ્મીર જતાં પહેલાં 1978થી 1979 સુધી વિશ્વ હિન્દુ પરિષદના પંજાબ એકમના સચિવ પણ હતા.
23 સપ્ટેમ્બર, 2022 ના રોજના એક અહેવાલમાં હિમાચલ પ્રદેશમાં હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટના બાંધકામના સંદર્ભમાં (જમ્મુ અને કાશ્મીર બેંક તરફથી) 31 કરોડ રૂપિયાના બેંક લોન કેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હિમાચલ પ્રદેશના શૂ (ચંબા) ગામમાં 3 મેગાવોટ (SAL-II) પ્રોજેક્ટ માટેનો કોન્ટ્રાક્ટ તેમને જમ્મુના બે અન્ય વરિષ્ઠ ભાજપ નેતાઓ સાથે આપવામાં આવ્યો હતો. બેંકે ‘ખાતાનું સમાધાન’ કરી દીધું છે અને આ ભાજપ નેતાઓને ક્લીનચીટ આપી દીધી છે.
જો રાજકીય પરિબળો આ જટિલ પ્રદેશની વ્યૂહાત્મક અને બોજારૂપ વહીવટી જરૂરિયાતોને વધારે પડતા ભારિત કરે છે, જે અત્યાર સુધી શિયા પ્રભુત્વ ધરાવતા કારગિલ અને બૌદ્ધ પ્રભુત્વ ધરાવતા લેહ વિભાગો વચ્ચે તીવ્ર રીતે વિભાજિત છે, તો તે ખૂબ જ વિડંબનાપૂર્ણ છે. તાજેતરમાં, કેન્દ્ર દ્વારા જમ્મુ અને કાશ્મીર રાજ્યના પુનર્ગઠનના ભાગ રૂપે આપવામાં આવેલાં વચનો પૂર્ણ ન થવાને કારણે, બંને પ્રદેશોએ લડાખના વધુ લાભ માટે પોતાની હરોળ બંધ કરી દીધી.
જો ગુપ્તાની રાજ્યપાલ તરીકેની નિમણૂક જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશના જમ્મુ ક્ષેત્રમાં ભાજપની ચૂંટણીની રાજનીતિ સાથે સીધી રીતે જોડાયેલી છે, તો તેને લડાખમાં કેન્દ્રશાસિત પ્રદેશ બનવાનો પ્રારંભિક ઉત્સાહ ઓછો થયા પછી પક્ષના ઘટતા રાજકીય ભાગ્ય સાથે પણ ગાઢ સંબંધમાં જોવું જોઈએ. 2014 અને 2019માં સતત બે જીત પછી, પાર્ટીએ 2024માં લડાખ લોકસભા બેઠક ગુમાવી હતી એટલું જ નહીં, પરંતુ યુટીની રચના પછી ઉત્પન્ન થયેલી જાહેર સદ્ભાવના પણ ગુમાવી દીધી હતી, કારણ કે નિવાસ અધિકારોના મુદ્દાઓનો ઉકેલ આવ્યો નથી.
ગુપ્તાની નિમણૂક સાથે ભાજપે ફરી એક વાર પ્રદેશના ચૂંટણી રાજકારણમાં એક મહત્ત્વપૂર્ણ લાભ મેળવ્યો છે જ્યાં તેનો મુખ્ય હરીફ કોંગ્રેસ, માત્ર આત્મનિરીક્ષણ અને ઉપચારાત્મક પગલાં લેવાનો ઇનકાર જ નથી કર્યો. ભાજપના હિન્દુત્વ મત આધારને નુકસાન પહોંચાડવા માટે સામાજિક અને જાતિગત એન્જિનિયરિંગ દ્વારા ભાજપના નેતાઓ સામે મજબૂત સત્તાવિરોધી લહેરનો લાભ લેવાની વાજબી તકો હોવા છતાં, કોંગ્રેસ હિન્દુઓમાં પ્રભાવશાળી સમુદાયોને પ્રતિનિધિત્વ આપવાનો ઇનકાર કરીને ચુપચાપ પોતાના પતન પર નજર રાખી રહી છે. હિન્દુઓ ભાજપના સમર્થન આધારનો મુખ્ય ભાગ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.