Charchapatra

નવા કમિશ્નરનું હિમ્મતભર્યું પગલું

સુરત મહાનગર પાલિકાના નવા કમિશ્નર તરીકે મેડમ શાલિની અગ્રવાલે ચાર્જ સંભાવ્યા બાદ દિવાળીના દિવસો દરમ્યાન રીંગરોડ પર આવેલ રસ્તા વચ્ચે પરના મંદિર-દરગાહનું મધરાતે ડિમોલીશન કરાવીને હિમ્મતભર્યું પગલું ભર્યું છે. જે કાબિલે-તારીફ છે. મધ્યરાત્રીએ પાલિકાનો સ્ટફ તથા પોલીસ ફોર્સને તૈનાત કરીને અડચણરૂપ મંદિર અને દરગાહ બંનેને હટાવી દઈને તાબડતોબ રાતો રાત રસ્તો પણ રીકારપેટ કરાવી દધો હતો. મધરાતે રીંગરોડ જેવા ભરચક વિસ્તારમાં ટ્રાફિક બંને સાઈડથી બંધ કરીને જે ઓપરેશન હાથ ધર્યું તે આવકાર્ય છે. આજ સુધીમાં આવી ગયેલા કોઈ મ.ન.પા. કમિશ્નરે આ કામગીરી કરી ન હતી. તે નવા કમિશ્નર શાલિની અગ્રવાલ કરી બતાવી છે. જેના કારણે ટ્રાફિકથી ઘમઘમતા રીંગરોડ પર ખુબ રાહત થશે. વેલડન, મેડમ કમિશ્નરજી.
તરસાડા – પ્રવીણસિંહ મહીડા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

ચુંટણીમાં જીતાવું છે કારણકે પછી સરકાર માન્ય ભ્રષ્ટાચાર કરી શકો
દિવાળી પર્વ તો કંઈ નથી, સતોભોગી નેતાઓ ચૂંટણીના પર્વને મહાપર્વ બનાવી દે છે. સુરતની 12 બેઠક માટે 362 દાવેદારો? તે લોકોની સેવા માટે વિધાનસભામાં જવા માંગે છે? આવા સેવરો ખરેખર મળે તો રાજયનું ભલુ થઈ જાય. પણ એવું હોતું નથી. પાલિકાની ચૂંટણા જીતનારા પણ હવે લાખો-કરોડોના આસામી બની જાય છે તો વિધાનસભા અને લોકસભામાં જનારાની તો વાત જ શી? ચુંટાયેલી સરાકાર મોટી જાહેરાતો વડે પ્રજાના જીવન બદલી નાંખ્યાના દાવા કરે છે પણ વાસ્તવમાં નેતાઓનાં જ જીવન બદલાતા હોય છે. કોંગ્રેસના પ્રભાવમાં કોંગ્રેસીઓ અઢળક સંપત્તિવાન થયા અને હવે ભાજપના નેતા ઝનૂનપૂર્વક સંપતિ ભેગી કરે છે. અત્યારે ભ્રષ્ટાચાર તેની ઊંચાઈ પર છે અને તેમાં સરકાર પોતે જ મોટી ભ્રષ્ટાચારી છે પણ કોઈ પોતાની તપાસ થોડી કરાવ? કોંગ્રેસથી હારી ભાજપનું શરણ સ્વીકાર્યું તો પહેલાં કરતા ભ્રષ્ટાચાર વિસ્તરી ગયો છે. અને સરકાર માન્ય ભ્રષ્ટાચાર જ ચાલે છે. એટલે બધાએ નેતા થવું છે.
બારડોલી          – રમેશ ચૌધરી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top