Comments

ભાજપના નવા અધ્યક્ષે ચૂંટણીના ભાવનાત્મક મુદ્દાઓથી દૂર રહીને પોતાની અલગ ઓળખ ઊભી કરવી જોઈએ

ભારતીય જનતા પાર્ટી (બીજેપી) જેવા ઉત્સાહી રાજકીય પક્ષના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂક, જ્યાં ‘સાદગી’ જૂની વાત બની ગઈ છે, એક હાઈ-પ્રોફાઇલ અને હેડલાઇન્સમાં છવાઈ જનારી ઘટના બનવાની જ હતી. મુખ્ય ખેલાડીઓના પ્રભાવશાળી વ્યક્તિત્વ સાથે મેળ બેસાડવા માટે આ અત્યંત રાજકીય મહત્ત્વ ધરાવતી ઘટનામાં એક અપેક્ષાકૃત અજાણ્યા કેન્દ્રીય પાત્રને ઉમેરીને તેને વધુ રસપ્રદ કરવા વધુ સારું બીજું શું હોઈ શકે?

આ ઘટનાક્રમ જે.પી. નડ્ડાના સ્થાને 45 વર્ષીય નીતિન નબીનની ભાજપ પ્રમુખ તરીકે પસંદગી કરવાની ઘટનાઓમાં સંપૂર્ણપણે જોવા મળ્યો હતો. નબીને ચાર દાયકા જૂના પક્ષના સૌથી યુવા વડા બનીને એક રેકોર્ડ સ્થાપ્યો છે, તો અગાઉના નડ્ડાએ કદાચ એકસાથે સૌથી લાંબો સમય સુકાન સંભાળવાની છાપ છોડી છે, જે છ વર્ષથી વધુ સમય સુધી પ્રમુખ રહ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ, જેઓ આરએસએસની ઘટતી જતી ભૂમિકા વચ્ચે ભાજપના ટોચના બે વ્યૂહરચનાકાર છે, તેમણે પક્ષના ટોચના હોદ્દા માટે નબીનની પસંદગી કરી છે, જે એક તપાસનો વિષય છે. આનાથી સામાન્ય લોકોમાં આશ્ચર્ય ફેલાયું. કારણ કે, જાહેર ક્ષેત્રમાં બિહારની બહાર નબીનનું નામ તેમના રાજકીય અને સામાજિક દરજ્જા વિશે વધુ જાણીતું નહોતું, તો પક્ષના અંદરનાં લોકો પણ તેમના નવા બોસ વિશે સમજવામાં એટલાં જ અસહજ હતાં.

તેમની સામે રહેલા પડકારો અને મોદી અને શાહની દેખરેખ હેઠળ પક્ષના વડા તરીકેના તેમના પ્રથમ રાષ્ટ્રીય કાર્યકાળમાં તેઓ પોતાનો રસ્તો કેવી રીતે નક્કી કરશે તે અંગે સ્વાભાવિક રીતે ચર્ચાઓ શરૂ થઈ છે. જો કે, નડ્ડા ભાજપના અધ્યક્ષ બન્યા એ પહેલાં જ રાષ્ટ્રીય ફલક પર પોતાની હાજરી નોંધાવી ચૂક્યા હતા તે વાતને બાદ કરતાં નબીન સામે રહેલા પડકારો, સોંપાયેલાં કાર્યો અને જવાબદારીઓની દૃષ્ટિએ બહુ ફરક નથી, જે નબીનની રાહ જોઈ રહ્યા છે.જો કે, મીડિયા અહેવાલોમાં તેમના મહેનતુ સ્વભાવ અને સંગઠનાત્મક ક્ષમતા વિશે વાત કરી રહ્યા છે, જેનાથી તેઓ મોદી-શાહની જોડીના પ્રિય બન્યા, પરંતુ નબીન માટે વાસ્તવિક પરીક્ષા હવે શરૂ થાય છે. જો કે, મુખ્ય મુદ્દો એ છે કે તેમને પોતાની જાતને સાબિત કરવા માટે કેટલી કાર્યાત્મક સ્વતંત્રતા અને અવકાશ મળશે અથવા ફરીથી નડ્ડા મોડેલ જ જોવા મળશે.

ભાજપમાં યથાસ્થિતિ બની રહેવાની શક્યતાઓ ઉજળી છે. સ્થિતિ તો જ બદલાઈ શકે છે જો પક્ષના બે મોટા નેતાઓ નવા વડાને કાર્યાત્મક સ્વાયત્તતા આપવા માટે અચાનક નહીં તો પણ ધીમે ધીમે આત્મ-પરિવર્તન માટે તૈયાર હોય. નબીનને ભાજપના અધ્યક્ષ તરીકે સ્થાપિત કરવાના પ્રસંગે મોદીએ આપેલા નિવેદન છતાં કે પાર્ટીની બાબતોમાં નબીન તેમના બોસ છે, વડા પ્રધાન અને તેમના નંબર બે પાસે વધુ અપેક્ષા રાખવી તે અતિશયોક્તિ હશે. સિવાય કે તેઓ પક્ષના વડા તરીકે નવા ચહેરાને પસંદ કરીને વધુ એક સરપ્રાઇઝ આપવાના મૂડમાં ન હોય.

આ તબક્કે નબીનના સ્વભાવ કે કામ કરવાની શૈલી વિશે વધુ કંઈ જાણીતું નથી, સિવાય કે તેઓ બિહારમાં પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે, જ્યારે તેમના ધારાસભ્ય પિતાના દુઃખદ અવસાન પછી તેમણે પિતાની જગ્યા લીધી હતી અને તેમણે તે વારસાને કુશળતાપૂર્વક આગળ વધાર્યો. આપેલ સંજોગોમાં તેમના દ્વારા કંઈક વિશેષ કરી બતાવવાની અથવા તેજ ગતિએ આગળ વધવાની શક્યતાઓ નહિવત છે અને તેનાં ખતરનાક પરિણામો આવી શકે છે. તેમણે એ યાદ રાખવું જોઈએ કે, જ્યારે પણ નડ્ડાએ કેમેરાની સામે કે પાછળ આ પ્રયાસ કર્યો ત્યારે તેમને અપમાનજનક રીતે પાછા ખેંચવામાં આવ્યા હતા.

હકીકત તો એ છે કે, તેમની પાસે એક સુવ્યવસ્થિત અને સંસાધનયુક્ત સંગઠન છે અને બે કદાવર નેતાઓ તેમના પર પ્રભુત્વ ધરાવે છે. આથી તેમની પાસે વિચારવા કે વ્યૂહરચના ઘડવા માટે બહુ કંઈ નથી. આ કોઈ રહસ્ય નથી. જેમ કે નડ્ડા યુગ પરથી સ્પષ્ટ હતું કે, સત્તાનું કેન્દ્ર બીજે ક્યાંક હતું. આપેલ સંજોગોમાં નબીનની કાર્યક્ષમતા તે વાત પરથી મપાશે કે તેઓ પક્ષની યોજનાઓ અને કાર્યક્રમોને કેટલી અસરકારક રીતે અમલ કરી શકે છે.

વ્યક્તિગત રીતે, ભાજપના અધ્યક્ષ બનવું એ તેમના માટે એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ સાથે તેમના માટે તક અને દબાણ બંને આવ્યાં છે. આદર્શ રીતે, તેમણે દબાણનો સામનો કરીને તક ઝડપી લેવી જોઈએ. ત્યાં જ તેમની અસલી પરીક્ષા છે. શું મોદી-શાહની જોડી તેમ થવા દેશે? તે ત્યારે જ શક્ય બની શકે જો તેઓ તેમને માત્ર નામ માત્રના વડાની ભૂમિકા સુધી મર્યાદિત રાખવાને બદલે સાચા અર્થમાં પેઢીગત પરિવર્તન સુનિશ્ચિત કરવા માટે તેમના માર્ગદર્શક તરીકે કાર્ય કરવાનું નક્કી કરે.

સકારાત્મક રીતે જોઈએ તો સુકાન પર બે નેતાઓની હાજરી નવા પ્રમુખ માટે ભાજપની અંદરનાં આંતરિક જૂથો અને ખેંચતાણ સામે રક્ષણાત્મક કવચ તરીકે કામ કરવા માટે એક સંપત્તિ સમાન હશે. હા, એક ક્ષેત્ર જ્યાં  નબીનને પોતાની છાપ છોડવા માટે સંઘર્ષ કરવો પડી શકે છે તે છે ભાજપના ટોચના ભારે સંગઠનાત્મક માળખાની આંતરિક ગતિશીલતાને સમજવી અને તેનું સંચાલન કરવું. સાથે જ, ભાજપ અને આરએસએસ વચ્ચે મહત્ત્વપૂર્ણ સંતુલન જાળવવું. અહેવાલો સૂચવે છે તેમ, નડ્ડા કે નબીન બંનેને માત્ર મોદી અને શાહ દ્વારા જ ભાજપના વડા બનાવવામાં આવ્યા ન હતા. કારણ કે, આ બંને કિસ્સાઓમાં આરએસએસની કોઈ ભૂમિકા નહોતી. તેમ છતાં, જો નબીન ટોચના નેતાઓને નારાજ કર્યા વિના તે ‘એક્સ-ફેક્ટર’ લાવી શકે તો તે તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે સારું રહેશે.

પક્ષના પ્રમુખ તરીકે એક યુવા ઉમેદવારની પસંદગી કરવાનો નિર્ણય ચોક્કસપણે ભાજપને પેઢીગત પરિવર્તનના માર્ગે આગળ લઈ જવાની દિશામાં યોગ્ય છે. તે દેશના એકંદર વસતીવિષયક પ્રોફાઇલ સાથે પણ મેળ ખાય છે. હકીકત એ છે કે, ભારતમાં વિશ્વની સૌથી વધુ યુવા વસતી છે. દેશના 145 કરોડ (1.45 અબજ) લોકોમાંથી લગભગ 65 ટકા 35 વર્ષથી ઓછી ઉંમરના છે, જેથી યુવા નેતૃત્વ અને યુવાલક્ષી નીતિઓ લાવવાનું અનિવાર્ય બને છે.

નબીન આ માળખામાં બરાબર ફિટ બેસે છે. જેમ જેમ તેઓ રાષ્ટ્રીય નેતા તરીકે અનુભવ મેળવશે તેમ તેમ તેમને એવું ન લાગવું જોઈએ કે તેમને પાછળથી કંટ્રોલ કરવામાં આવે છે અને ટોચ પરથી સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. હકીકત એ છે કે પક્ષની બાબતોમાં, પીએમ  મોદીએ કહ્યું છે તેમ, તેઓ જ સર્વોચ્ચ અને બોસ હોવા જોઈએ. ટોચના નેતૃત્વે પણ પક્ષને માત્ર ધર્મ, જાતિ અને જ્ઞાતિ અને પંથ પર વધુ નિર્ભર રહેતું ચૂંટણી જીતવાનું મશીન બનાવવાને બદલે વધુ દૂરદર્શી પાર્ટી બનાવવા પોતાનો દૃષ્ટિકોણ બદલવાની જરૂર છે.

આ રીતે જ મત મેળવવા માટે લાગણીઓને ભડકાવવા માટેના મામૂલી મુદ્દાઓ પર ભાર મૂકવાને બદલે યુવા પેઢીને મજબૂત આધાર પર સમજાવીને પેઢીગત પરિવર્તન લાવી શકાય છે. વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષ તરીકે ભાજપે દેશ અને તેના લોકો માટે વધુ અર્થપૂર્ણ બનવું જોઈએ. જો પાર્ટી સંગઠનના ઉજ્જવળ ભવિષ્ય માટે એક અસરકારક પેઢીગત પરિવર્તન કરવા ઇચ્છતું હોય.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top