Charchapatra

સ્ત્રી શિક્ષણની જરૂરિયાત

ભારતમાં સ્ત્રી શિક્ષણનો સૂર્યોદય પૂર્વ સ્ત્રીઓની સ્થિતિ અસંતોષકારક હતી. પ્રાચીન કાળમાં સ્ત્રીઓની સ્થિતિ વધુ સંતોષકારક હતી. તે સમયે ભારતમાં ઘણા લાંબા સમય સુધી વૈદિક શિક્ષણ સ્ત્રી-પુરુષના ભેદભાવ વગર સમાન ધોરણે આપવામાં આવતું હતું.

સ્ત્રી શિક્ષણનો સૂર્યોદય ઇ.સ. પૂ. 500 થી ઇ.સ. 1200 સુધી હતો. ત્યાર પછીના સમયમાં સ્ત્રીઓ ઘરકામ, બાળઉછેરની જવાબદારી નિભાવતી હતી. ઘરની બહારના કામો કરવામાં પ્રતિબંધ હતો. પરંતુ સામાજિક પરિવર્તનની સાથે આધુનિક સમાજમાં સ્ત્રી અને શિક્ષણને આવશ્યક રૂપમાં જોડવાનો ખ્યાલ અમલમાં આવ્યો.

તેનું એક સ્વરૂપ શિક્ષણમાં સ્ત્રીઓને પુરુષોની જેમ જ સમાનતાના ધોરણે શિક્ષણ મેળવવાનો અધિકાર પ્રાપ્ત થયો. સ્ત્રીઓના વિકાસના આધાર તરીકે શિક્ષણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શિક્ષિત મહિલાઓ કામ કરવામાં અને આર્થિક રીતે મજબૂત હોવાના કારણે ગરીબીને ઓછી કરવામાં સક્ષમ છે.

શિક્ષિત સ્ત્રીઓ અન્ય સ્ત્રીઓની સરખામણીમાં તેમના બાળકોનું 50 ટકા વધુ રક્ષણ કરવાની ક્ષમતા ધરાવે છે. શિક્ષણ વ્યકિતને નવી નવી વસ્તુઓ શીખવામાં અને દુનિયાના તથ્યોને જાણવામાં મદદ કરે છે. ભારતમાં સ્ત્રી શિક્ષણ સામાજિક તેમજ આર્થિક વિકાસ માટે ખુબ જ જરૂરી છે. શિક્ષિત સ્ત્રી બે ઘરને શિક્ષિત કરે છે. શિક્ષિત સ્ત્રી પોતાની પછીની પેઢીને પણ શિક્ષિત કરે છે.

એકવીસમી સદીમાં સમગ્ર વિશ્વ અને ભારતને વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે અભૂતપૂર્વ સિધ્ધિઓ મેળવી છે. આર્થિક, સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક ક્ષેત્રે અનેક પરિવર્તનો આવ્યા છે. સ્ત્રી હવે સામાજિક પરંપરાઓ અને પ્રણાલીઓમાંથી મુકત થઇ અબળામાંથી સબળા નહિ પણ પ્રબલા બની છે. સ્ત્રી શિક્ષણ એ સમાજમાં મહત્વનું પરિબળ સાબીત થાય છે.

તેના દ્વારા સ્ત્રીનો તો વિકાસ થાય છે સાથે સાથે સમાજનો પણ વિકાસ થાય છે. શિક્ષિત મહિલાઓ વિવિધ ક્ષેત્રોમાં સિધ્ધિઓ પ્રાપ્ત કરે છે. સ્ત્રી શિક્ષણના વિકસની સાથે પરંપરાઓ અને માન્યતાઓમાં પરિવર્તન આવ્યું છે જેથી જ મિત્રો હું કહું છું ‘બેટી બચાવો બેટી પઢાઓ.’

અમરોલી          -પટેલ આરતી જે.   – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top