વિશ્વની સૌથી મોટી લોકશાહી (જનસંખ્યાની દ્રષ્ટિએ) તેની સ્વતંત્રતાની 75મી સાલગીરીની ઉજવણી કરી રહી છે ત્યારે સ્વાભાવિક રીતે જ આ લાંબી મઝલની ફળશ્રુતિ શું એનો સવાલ સૌ કોઇને થાય તે સ્વાભાવિક છે. કોરોનાની મહામારીના સંદર્ભમાં સતત બીજા વર્ષે આ ઉજવણી સાદગીપૂર્વક થઇ રહી છે જે યથાર્થ છે.
શું મેળવ્યું શું ગુમાવ્યું?
આ 74 વર્ષના લેખાજોખાનો વિચાર કરીએ એટલે આપણા માનસપટ પર 1947માં બંધિયાર અર્થતંત્ર તરીકે સ્વતંત્ર થયેલ દેશ આજે વિશ્વમાં મુકત બજાર તરીકે ઉભર્યો છે તે તાદ્રશ થાય જ.
- આઝાદ થયા ત્યારે દેશની 70 ટકા વસ્તી ગરીબ હતી. આજે એ પ્રમાણ એ અંગે અનેક વિવાદ છતા 40 ટકા નીચે છે. મહામારીના છેલ્લા 18 મહિનામાં એ પ્રમાણ થોડું વધ્યું હોઇ શકે.
- દેશવાસીઓની સરેરાશ માથાદીઠ આવક જરૂર અનેકગણી વધી છે. પણ હજી પ્રજાના સારા એવા વર્ગને એનો લાભ મળ્યો નથી.
- ભારતનું અર્થતંત્ર આજે વિશ્વમાં છઠ્ઠા ક્રમાંકે છે. આવતા પાંચ દસ વરસમાં તે બીજું-ત્રીજું સ્થાન પણ પ્રાપ્ત કરી લેશે. 2024 સુધીમાં આપણું અર્થતંત્ર પાંચ ટ્રીલીયન (5000 બિલ્યન) ડોલરનું બનાવવાનું આપણું સ્વપ્ન છે તે પણ થોડું આગળ પાછળ પૂરૂં થઇ શકે.
- તેમ છતાં આ ગાળાની આપણી સૌથી મોટી ઉડીને આંખે વળગે તેવી નિષ્ફળતા ઉત્પાદક રોજગારી ઉભી કરવાની રહી છે. કૃષિ ક્ષેત્રનો આપણી રાષ્ટ્રીય આવકમાં ફાળો સારો એવો ઘટીને 20 ટકાની નીચે ગયો છે. જે વિકસતા અર્થતંત્રની નિશાની છે. પણ સબુર. આજે પણ આપણી 40 ટકા જેટલી વસ્તી ગુજરાન માટે અને પેટિયું રળવા માટે કૃષિ ક્ષેત્ર પર અવલંબિત છે અને તે પણ એવા કૃષિ ક્ષેત્ર પર જે રેઇન ગોડની મસી (દયા) પર નભે છે. આ 40 ટકાની હકીકતમાં આ કૃષિ ક્ષેત્રે જરૂર નથી.
ફરી ભારતમાં ઉદય કરવાની ફરજ નિભાવાનો આ અવસર છે. અન્ય વૈકલ્પિક રોજગારીના અભાવે. એટલે તે 40 ટકામાંનો સારો એવો વર્ગ કૃષિ ક્ષેત્રે જરૂર ન હોવા છતાં તેમાં ચાલુ રહે છે. જે હકીકતમાં હીડન (છૂપી) બેરોજગારી જ કહેવાય.
1991ના આર્થિક સુધારાઓ કરતા ધરખમ આર્થિક સુધારાઓ અનિવાર્યસ્વતંત્ર ભારતના ઇતિહાસમાં 1991ના આર્થિક સુધારાઓની સુવર્ણ અક્ષરે નોંધ લેવાશે. તે સુધારાઓ આપણે આપણી મરજીથી નહીં પણ અન્ય કોઇ વિકલ્પ ન બચતાં નછૂટકે કરવાની ફરજ પડી એ અલગ વાત છે. તો પણ તેનું સારૂ પરિણમ તો આપણને છેલ્લા ત્રીસ વરસમાં જોવા મળ્યું છે એની ના ન કહી શકાય.
કૃષિ ક્ષેત્ર, શિક્ષણ ક્ષેત્ર અને તબીબી ક્ષેત્રે આપણે સુધારાઓ બાબતે ઝાઝુ કરી શકયા નથી. એટલે આર્થિક વિકાસના ક્ષેત્રે આપણે હરણફાળ ભરી. આર્થિક વિકાસનો વાર્ષિક દર સાડાત્રણ ટકામાંથી વધીને આઠ-નવ ટકા સુધી પણ પહોંચ્યો. પણ તેની વહેંચણીની બાબતે ધારી સફળતા મળી નહીં.ટેકનોલોજીના ક્ષેત્રે આપણે વિશ્વગુરુ તરીકે સારી એવી નામના મેળવી છે. દેશના ખૂણે ખૂણે વીજળીના દીવા પહોંચ્યા છે. પીવાનું પાણી, સડકો જેવી પ્રાથમિક સુવિધાઓમાં પણ દેશે સારી એવી પ્રગતિ સાધી છે. વિદેશોમાં રહેતા અને સ્થાયી થયેલ ભારતીયોએ દેશની શાખ વધારી છે. વિદેશો સાથેના રાજકીય સંબંધોમાં પણ આપણે નોંધપાત્ર પ્રગતિ કરી છે.
જીએનપી ઇન્ડેક્સ ઉંચો ગયો છે, પણ જીએચપી ઇન્ડેક્સ નીચો ઉતર્યો છે
આ બધી પ્રગતિ છતાં એક વાત ચોક્કસપણે કરી શકાય કે આપણો ગ્રોસ નેશનલ પ્રોડકટ (જીએનપી-રાષ્ટ્રીય આવક)નો આંક ઉંચો ગયો છે. પણ આપણો ગ્રોસ હેપીનેસ ઇન્ડેકસ (જીએચપી) નીચો ઉતર્યો છે.ટૂંકમાં આપણે અનેક ક્ષેત્રે (સ્પેસ સહિત) ગત વર્ષોમાં નામના કાઢી છે, ઘણું બધું હાંસલ કર્યું છે. પણ ઘણું બધું મેળવવાનું બાકી છે.વર્તમાન સરકારે નક્કી કરાયેલ લક્ષયાંક હાંસલ કરવા માટે આઝાદ ભારતની 75મી વર્ષગાંઠના પ્રસંગે આપણે આર્થિક સુધારાઓના ક્ષેત્રે મક્કમ નિર્ધાર સાથે આગળ વધવું પડશે.
ટેકનોલોજીના સુધારાથી વંચિત રહીને હાલના વિશ્વ સાથે કદમ મિલાવવાનું સંભવ નથી. એ વાત સાચી કે ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ (એઆઇ)ના વિકાસ સાથે ઓટોમેશન વધતાં આપણા હાલના જોબ સામેનો ખતરો વધવાનો. એમ મનાય છે કે નોકરીના પ્રકાર બદલાવાના. હાલમાં જયાં માનવબળની જરૂર છે તે ખતમ થશે અને અનેક નવા ક્ષેત્રોમાં નવી નોકરીઓનું સર્જન થશે.
થીન્ક ગ્લોબલ, એકટ લોકલ
પશ્ચિમના દેશો અને અમેરિકાની વાત અલગ છે. ત્યાં ઓટોમેશન આવકાર્ય છે કારણ કે આ દેશોમાં શ્રમબળ (કારીગરો)ની ખેંચ છે. આપણી પરિસ્થિતિ તેનાથી તદ્દન વિપરીત છે. આપણે ત્યાં લેબર સરપ્લસ એટલી હદે છે કે આપણી સ્થાનિક જરૂરિયાતો પૂરી થયા પછી આપણે વિદેશોને પણ આ લેબર પૂરી પાડવાની સ્થિતિમાં છીએ.પણ તે માટે આપણે આપણા શ્રમબળને યોગ્ય ટ્રેઇનીંગ અને સ્કીલ (કાર્યકુશળતા) પૂરી પાડવી પડશે. વર્તમાન સરકારે સ્કીલ ડેવલપમેન્ટ અને ‘સ્ટાર્ટઅપ પર ભાર મૂકયો છે તે આવકાર્ય છે પણ એની ઝડપ નહીં વધે તો નવા ઉભા થતા જોબ માર્કેટની જરૂરિયાતને આપણે પહોંચી વળીશું નહીં.
આજે પણ આપણે ત્યાં શિક્ષિત બેરોજગારોની ફોજ ઉભી થઇ રહી છે. એ ફોજમાં ઉમેરો થઇ શકે. આજે પણ કોલેજ શિક્ષણના પાંચ છ વર્ષ પછી ડિગ્રી મેળવેલ આઇટી એંજિનિયર કોઇ પણ કંપનીની ચાર-છ મહિનાની સ્પેશ્યલ ટ્રેઇનિંગ સિવાય જે તે કંપનીને કામ માટે ઉપયોગી બનવાની ક્ષમતા ધરાવતા નથી. એટલે શિક્ષણની આ પ્રથામાં અને સ્કીલ ડેવલપમેન્ટના આ પ્રોગ્રામોનો ઢાંચો એવો બનાવવો જોઇએ કે આ પ્રોગ્રામમાં સફળતા બાદ સીધેસીધા કંપનીઓના કામમાં અને બદલાતા જતા જોબના પ્રકારો માટે ઉપયોગી બની શકે.આપણા નાના અને મધ્યમ ઉદ્યોગો અને વેપારીઓ પાસે આ પ્રકારની સ્કીલ નથી તો નથી તે નાણાકીય રીતે સક્ષમ. કોવિડની મહામારીએ તેમને વધુ નબળા બનાવ્યા છે એટલે ઓનાલઇન પ્લેટફોર્મના ટ્રેડિંગની હરિફાઇ સામે તે નાકામિયાબ બની શકે.સરકાર એ વાતથી માહિતગાર છે અને વરસો સુધી ગામડાઓમાં નાના પાયે વેપાર કરી સ્થાનિક લોકોની જીવનજરૂરિયાત પૂરી કરનાર વેપારીનું અસ્તિત્વ જોખમમાં છે. તે પરિસ્થિતિને સુધારવા માટે સરકાર ઓનલાઇન ટ્રેડિંગના મોટા પ્લેટફોર્મ પર થોડા નિયંત્રણો મૂકશે એવી વાત પણ કેન્દ્રિત મંત્રીઓએ કરી છે.
વડાપ્રધાન મોદીએ તાજેતરમાં વિશ્વ જગતને સંબોધતા એમ કહયું છે કે તેમની સરકાર માટે આર્થિક સુધારાઓ અન્ય વિકલ્પ ન બચે ત્યારે અમલ કરવા જેવી કંપલસરી બાબત નથી પણ એ પ્રક્રિયામાં સંપૂર્ણ વિશ્વાસ, શ્રધ્ધા અને પ્રતિતી સાથે આગળ વધવાની પ્રક્રિયા છે.સરકાર જયારે સ્પષ્ટ અને સારા આશયથી કામ કરતી હોય ત્યારે ‘થીન્ક ગ્લોબલ એન્ડ એકટ લોકલ’નો આશય એમાં ઉમેરાય તો આપણી રોજગારીની તકો ઉભી કરવાની બાબતને પ્રાથમિકતા મળી શકે. આપણા બધા સુધારાઓનું એક માત્ર ધ્યેય રોજગારીનું સર્જન, રોજગારીનું સર્જન, રોજગારીનું સર્જન હોવું જોઇએ. એટલે કે આપણા બધા સુધારાઓ માટેનો એકમાત્ર એસિડ ટેસ્ટ રોજગારી ‘પુરા’ની કલ્પના સાકાર કરીને પ્રજાના સર્વાંગી વિકાસનો પ્રયાસ કરાવો જોઇએની નવી તકો કેટલી ઉભી થવાની તે જ હોઇ શકે.આપણે સતત બદલાતા વિશ્વ સાથે તાલ મેળવીને ચાલવાનું છે એમાં બે મત ન હોઇ શકે. પણ એ આપણા આર્થિક રીતે નીચલા સ્તરના વર્ગનું હિત ન જોખમાય અને તે વર્ગ બદલાતા ભારત સાથે શાંતિથી જીવી શકે તેના ભરણપોષણની અને પાયાની જરૂરિયાતો સંતોષીને એ રીતે.
કોઇ પણ સમાજમાં આર્થિક સંપત્તિની વહેંચણી તદ્દન સરખી રીતે પ્રજાના વિવિધ વર્ગો વચ્ચે ન જ થઇ શકે. રાષ્ટ્રીય આવકની કેક મોટી થતી જાય તેમાં નીચલા સ્તરને એટલો હિસ્સો તો મળવો જ જોઇએ તે તેને રોટી, કપડા અને નાના એવા પણ મકાનની પ્રાથમિક જરૂરિયાત પૂરી પાડી શકે. એટલે દેશ ભારત (ગામડાઓ) અને ઇન્ડિયા (શહેરો) વચ્ચે વહેંચાયેલો ન રહે.સરકારનું ધ્યેય તો એ જ હોવું જોઇએ કે ગામડાઓમાં જ ઉપર જણાવેલ પ્રાથમિક સવલતો મળી રહે જેથી શહેરો ભણીનો ધસારો ઓછો થાય. આમ થાય તો શહેરોની ગીચતા ઘટતાં શહેરોમાં રહેતા લોકોનું જીવનધોરણ પણ સુધરે.આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપિત ડો. અબ્દુલ કલામ આઝાદે તે માટે ‘પુરા’ની એક વિચારધારા પ્રચલિત કરેલ. જેનો અર્થ છે ‘પ્રોવાઇડીંગ અર્બન ફેસીલીટીઝ ઇન રૂરલ એરિઆઝ’. આપણે આજ સુધી આ વિચાર કે કલ્પનાને સાકાર કરવાનો સઘન પ્રયાસ કર્યો નથી.
જાગ્યા ત્યારથી સવાર ગણીને રાજકીય પક્ષો દ્વારા કરાતા આક્ષેપો/પ્રતિ આક્ષેપો બંધ કરીને સંયુકત રીતે દેશની આર્થિક પરિસ્થિતિ સુધરે અને તેનો નાનો મોટો ફાયદો છેવાડના નાગરિક સુધી પહોંચે એ કામમાં લાગી જઇએ. સ્વતંત્રતાના 75મા વરસે એ દૃઢ નિશ્ચય કરીને ગાંધીજીના સ્વરાજય અને સુરાજયના સ્વપ્નને સાકાર કરીએ.છેલ્લા બે વરસમાં આપણી આર્થિક પીછેહઠ થઇ છે એટલે આપણા ધ્યેયની સિધ્ધિ માટે ડબલ જોર લગાવવું પડશે. આ ધ્યેયસિધ્ધિ સાથે પર્યાવરણની જાળવણીને પણ આપણે અગ્ર ક્રમ આપવો પડશે. તેમ કરવા માટે બધા રાજકીય પક્ષોએ પર્સનલ એજન્ડાનું બલિદાન આપવું પડશે. પણ તેમ કરવામાં ચૂકયા તો ભવિષ્યની પેઢી આપણને કયારેય માફ નહીં કરે એ નક્કી. રાજકીય સ્વતંત્રતા પછી હવે આર્થિક સ્વતંત્રતા હાંસલ કરીને ‘સોને કી ચિડિયા’ના દિવસોનો ફરી ભારતમાં ઉદયકરવાની ફરજ નિભાવવાનો આ અવસર છે.