નાગાલેન્ડ ( Nagaland) વિધાનસભાએ રાજ્યની રચનાના 58 વર્ષમાં પ્રથમ વખત દેશના રાષ્ટ્રગીત ( national anthem) સાથે સત્રની શરૂઆત કરી. આ ઇતિહાસ લગભગ એક અઠવાડિયા પહેલા બન્યો હતો, જ્યારે રાજ્યપાલ આર.એન.રવી ના સંબોધન પહેલાં રાષ્ટ્રગીત સાથે 13 મી વિધાનસભાના સાતમા સત્રની શરૂઆત કરવામાં આવી હતી.
1 ડિસેમ્બર 1963 ના રોજ નાગાલેન્ડ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું હતું. જાન્યુઆરી 1964 માં પહેલી વિધાનસભાની ચૂંટણીઓ પછી ચૂંટાયેલી સરકાર અસ્તિત્વમાં આવી અને 11 ફેબ્રુઆરી 1964 ના રોજ પ્રથમ વિધાનસભાની રચના થઈ. આ હોવા છતાં, ‘જન ગણ મન’ ( jana gana mana) ની ધૂન રાજ્ય વિધાનસભામાં ક્યારેય ગુંજતી નહોતી.
વિધાનસભામાં રાષ્ટ્રગીત ગાવા પર કોઈ પ્રતિબંધ નહોતો. અહીં રાષ્ટ્રગીત કેમ નથી ગાવામાં આવ્યું તે અંગે કોઈ હુકમ નથી. આ વખતે વિધાનસભા અધ્યક્ષ શારિંગેન લોંગકુમેરે રાજ્યપાલના સંબોધન પહેલાં રાષ્ટ્રગીત વગાડવાનું નક્કી કર્યું હતું અને આ માટે મુખ્ય પ્રધાન નીફિયુ રિયોની આગેવાની હેઠળની સરકારની સંમતિ પ્રાપ્ત થઈ હતી. આ પછી, 12 ફેબ્રુઆરીએ 7 મી સત્રની શરૂઆત પહેલા રાજ્યપાલના આગમન પર પ્રથમ વખત રાષ્ટ્રગીત વગાડ્યું હતું અને માસ્ક પહેરેલા તમામ ધારાસભ્યો તેના સન્માન માટે એક સાથે ઊભા રહ્યા હતા.
નાગાલેંડ વિધાનસભા ભવનમાં પહેલી વાર ‘જન ગણ મન’ ની ગુંજ અને બધા વિધાયકો સાવધાન મુદ્રામાં ઊભા રહીને રાષ્ટ્રગીતને સન્માન આપી રહ્યાનો ઐતિહાસિક નજારાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. ઘણી હસ્તીઓએ તેને શેર કરી અને ખુશી વ્યક્ત કરી હતી.
આ વર્ષે 12 ફેબ્રુઆરીએ નાગાલેન્ડ વિધાનસભામાં નવો ઇતિહાસ નોંધવામાં આવ્યો છે. નાગાલેન્ડ વિધાનસભામાં આ દિવસે પ્રથમ વખત રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું. 13 મી વિધાનસભાના સાતમા સત્રમાં નાગાલેન્ડના રાજ્યપાલ આર.એન.રવિના સંબોધન દરમિયાન ‘જન-મન-ગણ’ વગાડવામાં આવ્યું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયા ( social media) પર વાયરલ થઈ રહ્યો છે. આ સાથે, #NationalAnthem ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. નાગાલેન્ડની રચના પછી ઘણા વર્ષોથી રાષ્ટ્રગીત વગાડવામાં આવતા લોકોએ ખુશી વ્યક્ત કરી છે.
સોશિયલ મીડિયા યુઝર અને સંરક્ષણ વિશ્લેષક નીતિન એ. ગોખલે વીડિયો શેર કર્યો છે. એવું જોવા મળે છે કે રાજ્યપાલના સંબોધનની શરૂઆત પહેલા ગૃહમાં રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું હતું અને બધા રાષ્ટ્રગીતના સન્માનમાં ઉભા હતા. 1 ડિસેમ્બર 1963 ના રોજ, નાગાલેન્ડને રાજ્યનો દરજ્જો મળ્યો. જ્યારે દેશ આઝાદ થયો ત્યારે નાગાલેન્ડ અસમ પ્રાંતનો ભાગ હતો. આ પ્રદેશમાં આંતર-જાતિના સંઘર્ષને કારણે 1950 સુધી બળવો ચાલુ રહ્યો.