Business

અમીરોના આ લિસ્ટમાં મુકેશ અંબાણીના બે સંતાનોના નામ સામેલ

નવી દિલ્હીઃ એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણી પોતાની સંપત્તિના કારણે ચર્ચામાં રહેતા જ હોય છે પરંતુ હવે તેમના પરિવારના સભ્યો પણ સમાચારોમાં ચમકી રહ્યાં છે. આજે તા. 26 સપ્ટેમ્બર 2024ને ગુરુવારના રોજ જાહેર થયેલી ‘2024 હુરુન ઈન્ડિયા અંડર-35’ની પહેલી યાદીમાં મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીનું નામ સામેલ કરાયું છે. સૌથી નાની વયની મહિલા વ્યક્તિગત ઉદ્યોગસાહસિક તરીકે ઈશાનો આ યાદીમાં કરવામાં આવ્યો છે. બીજી તરફ મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીનો પણ આ યાદીમાં સમાવેશ કરાયો છે.

હુરુને અંડર-35ની યાદી બહાર પાડી છે, જેમાં મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી અને ટીચિંગ એન્ડ લર્નિંગ પ્લેટફોર્મ ટોડલ્સની પરિતા પારેખને સૌથી નાની વયની મહિલા વ્યક્તિગત ઉદ્યોગસાહસિક તરીકે સામેલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઈશા અંબાણી રિલાયન્સ રિટેલનો બિઝનેસ સંભાળી રહી છે અને કંપનીમાં નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટરની ભૂમિકામાં બિઝનેસને આગળ લઈ જઈ રહી છે. ઈશા અંબાણીનો જન્મ 23 ઓક્ટોબર 1991ના રોજ થયો હતો અને તે 32 વર્ષની છે. હુરુનની યાદીમાં તેને 31મું સ્થાન આપવામાં આવ્યું છે.

ઈશા અંબાણી તેના ભાઈ અને રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના મોટા પુત્ર ઉપરાંત આકાશ અંબાણી પણ હુરુનની નવી યાદીમાં સામેલ છે. શેરચેટના અંકુશ સચદેવા અને રિલાયન્સ જિયોની જવાબદારી સંભાળી રહેલા આકાશ અંબાણીએ આ યાદીમાં સૌથી યુવા વ્યક્તિગત ઉદ્યોગસાહસિક તરીકે પોતાનું સ્થાન બનાવ્યું છે. તેમને આ યાદીમાં 32મું સ્થાન મળ્યું છે.

આ લિસ્ટમાં કુલ 150 ઉદ્યોગસાહસિકોનો સમાવેશ
હુરુન ઈન્ડિયાની આ યાદીમાં 35 વર્ષની વય સુધીની વ્યવસાયિક હસ્તીઓનો સમાવેશ થાય છે. આમાં, 82 ટકા ઉદ્યોગસાહસિકો પહેલી પેઢીના ધનવાન છે. તેઓ સેલ્ફમેડ છે. આમાં એડટેક સ્ટાર્ટઅપ અલખ પાંડે, કેશવ રેડ્ડી, પ્રણવ અગ્રવાલ અને સિદ્ધાર્થ વિજ સહિતના અન્ય મોટા નામોનો સમાવેશ થાય છે. ઈશા અંબાણી અને પરિતા પારેખ ઉપરાંત મામાઅર્થના માલિક ગઝલ અલગને પણ હુરુન લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. હુરુનની આ યાદીમાં 150 વ્યક્તિગત સાહસિકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ યાદીમાં બેંગ્લોરના 29 સેલિબ્રિટીનો સમાવેશ
જણાવી દઈએ કે 2024ની હુરુન ઈન્ડિયા અંડર-35ની યાદીમાં સૌથી વધુ બેંગ્લોરના 29 સેલિબ્રિટીનો સમાવેશ કર્યો છે. મુંબઈ બીજા સ્થાને છે. જો આપણે આ લિસ્ટ તૈયાર કરવામાં ઉપયોગમાં લેવાતા માપદંડો પર નજર કરીએ તો દેશના 35 વર્ષ કે તેથી ઓછી વયના 150 ઉદ્યોગસાહસિકોને આ લિસ્ટમાં સામેલ કરાયા છે, જે જેમની પ્રથમ પેઢીના વ્યવસાયનું મૂલ્યાંકન 50 મિલિયન ડોલર (લગભગ 418 કરોડ રૂપિયા) છે નેક્સ્ટ જનરેશન માટે બિઝનેસનું મૂલ્યાંકન 100 મિલિયન ડોલર (આશરે રૂ. 837 કરોડ) છે.

Most Popular

To Top