વડોદરા : વડોદરા મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિના સભ્યોની ચૂંટણી થયે 15 થી 20 દિવસ નો સમય વીતી ગયો છે છતાં હજુ સુધી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણી કરી શકાઇ નથી જેની પાછળ ભાજપનો આંતરિક જૂથવાદ મનાય છે હજુ સુધી સરકાર નિયુક્ત સભ્યોના નામો નક્કી કરી શકાયા નથી જેને પગલે અને ઉપાધ્યક્ષ અને નિમણુંકમાં વિલંબ થઈ રહ્યો છે સરકારી સભ્યોની નિમણૂક નહીં થવા પાછળ પણ વડોદરા શહેર ભાજપ સંગઠન અને શાસકો વચ્ચેનું શીતયુદ્ધ ક્યાંકને ક્યાંક કારણભૂત હોવાનું પણ મનાઇ રહ્યું છે
વડોદરા શહેર ભાજપ દ્વારા ગત ૨૩ જુલાઈના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ૧૨ સભ્યોની નિયુક્તિ કરવામાં આવી હતી અને ત્યારબાદ ચૂંટણી યોજાઈ હતી આ ચૂંટણીમાં ભાજપના તમામ સભ્યો વિજેતા બન્યા હતા.
આજે લગભગ એક મહિના ઉપરાંતનો સમય વીતી ગયો છે છતાય વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની નવા અધ્યક્ષ કે ઉપાધ્યક્ષ મળ્યા નથી તેની પાછળ નું કારણ છે કે ભાજપ હજુ સુધી સરકાર નિયુકત ૩ સભ્યોની પસંદગી કરી શક્યું નથી ભાજપ સરકાર ત્રણ સભ્યોની વરણી ન કરતા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ની વરણી ઘોંચમાં માં મુકાઇ છે એકતરફ અમદાવાદ અને ભાવનગરમાં સ્કુલ બોર્ડના ચેરમેન નિયુક્ત થઈ ગયા છે ત્યાં વડોદરામાં ભાજપના વિજેતા થયેલા સભ્યોના નામો હજુ સુધી ગેજેટમાં પ્રસિદ્ધ થઈ શક્યા નથી સરકાર નિયુક્ત સભ્યની નિમણૂકમાં વિલંબ પાછળ પણ ભાજપનું આંતરિક રાજકારણ જવાબદાર હોવાનું મનાય છે.
બે દિવસમાં આખુ પ્રધાનમંડળ બદલી નાખનાર ભાજપ સરકાર ત્રણ સભ્યોની વરણી કરવામાં માથું ખંજવાળતું હોય તેમ લાગે છે ભાજપનનો આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો હોય તેમ શિક્ષણ સમિતિના સભ્યોની નિયુક્તિ અને અધ્યક્ષ ઉપાધ્યક્ષની વરણીમાં વિલંબ થી લાગી રહ્યું છે શહેર ભાજપ સંગઠન અને શાસક વચ્ચે કોઈ તાલમેલ ન હોવાના કારણે પણ ચેરમેન ની વરણી હજુ સુધી શક્ય બની નથી તેમ કહેવાય છે શાસકો અને સંગઠનનો વચ્ચેની ખેંચતાણમાં હાલ તો સમિતિનું ભાવિ અધ્ધર તાલ છે ત્રણ સભ્યોની વરણી પછી જ નવા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ની વરણી થશે તેમ મનાય છે ત્યારે ભાજપમાં અંદરખાને ભારે વિખવાદ હોવાની પણ ચર્ચાઓ જોર પકડી રહી છે.