Gujarat

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે આ મોટા નેતાનું નામ લગભગ નક્કી

ગાંધીનગર: ગુજરાતમાં નવી સરકાર ચુંટાયા બાદ શપથ ગ્રહણ સમારોહ પણ યોજાઈ ગયો અને તમામ મંત્રીઓએ પોતાનો કાર્યભાર પર સંભાળી લીધો છે. આ વચ્ચે એક મહત્વનાં સમાચાર સામે આવી રહ્યા છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વિધાનસભા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીનું નામ લગભગ નક્કી થઈ ગયું છે. તેમજ વિધાનસભાનાં ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડનું નામ નક્કી કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મંત્રીમંડળે શપથ લીધા બાદ હવે ગુજરાત વિધાનસભાનું વિધાનસભા સત્ર મળવા જઈ રહ્યું છે.  આગામી મંગળવારે વિધાનસભાનું એક દિવસિય સત્ર યોજાવા જઈ રહ્યું છે. જેમાં વિધાનસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નિમણૂક કરવામાં આવશે.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીનું નામ નક્કીઃ સૂત્રો
આગામી 20 ડિસેમ્બર મંગળવારનાં રોજ વિધાનસભાનું સત્ર યોજાય તે પહેલા જ વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષનાં નામોની જાહેરાત કરવામાં આવશે. જો કે આ બાબતે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ભાજપ દ્વારા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીનું નામ નક્કી કરાયું છે. તેઓ બનાસકાંઠા જિલ્લાની થરાદ બેઠક પરથી ચૂંટાયા છે. જે દિવસે ભુપેન્દ્ર સરકારનો શપથગ્રહણ સમારોહ હતો તે જ દિવસથી શંકર ચૌધરીનું નામ ચર્ચામાં હતું. ભાજપે સ્પષ્ટ બહુમતીના કારણે શંકર ચૌધરીને વિધાનસભા અધ્યક્ષ બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભા અધ્યક્ષની રેસમાં રમણ વોરા અને ગણપત વસાવા પણ હતા. વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડનું નામ નક્કી કરાયું હોવાની માહિતી મળી રહી છે. તેઓ પંચમહાલની શહેરા બેઠકના ધારાસભ્ય છે. આગામી વિધાનસભા સત્રમાં વિધાનસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નિમણૂક કરવામાં આવશે.

શંકર ચૌધરીનું નામ કેમ નક્કી કરાયું?
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારમાં સાત ઓબીસી ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે.જેમાંથી મહત્તમના ચહેરા સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના છે, પરંતુ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં શંકર ચૌધરીને સ્થાન ન મળતા અનેક તર્ક ચાલી રહેલા હતા પરંતુ હવે શંકર ચૌધરીને સ્થાન આપતા ઉત્તર ગુજરાતમાં પણ ચૌધરી સમાજે હાશકારો અનુભવ્યો છે. પહેલા વિધાનસભા અધ્યક્ષ તરીકે રમણભાઈ વોરા, ગણપત વસાવાના નામ આગળ ચાલી રહ્યા હતા. પરંતુ ઉત્તર ગુજરાત અને તેમાં પણ બનાસકાંઠા જિલ્લામાંથી વિધાનસભા અધ્યક્ષનું પદ આપવામાં આવતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની ઓબેસી વોટબેંકને પ્રાધાન્ય આપ્યું છે.

Most Popular

To Top