National

મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાનું નામ બદલાયું, કેબિનેટમાં લેવામાં આવ્યા આ મોટા નિર્ણયો

મહારાષ્ટ્ર: આચારસંહિતાના અમલીકરણ પહેલા મહારાષ્ટ્ર સરકારની (Government of Maharashtra) કેબિનેટમાં (Cabinet) ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં મહારાષ્ટ્રના (Maharashtra) કેટલાક જિલ્લાનું નામ બદલવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. તેમજ આ નિર્ણયને મહારાષ્ટ્ર કેબિનેટની મંજૂરી પણ મળી ગઈ છે. ત્યારે મંજૂરી મળ્યા બાદ હવે શિંદે સરકારે અહમદનગરનું (Ahmednagar) નામ બદલવાનો નિર્ણય લીધો છે.

મહારાષ્ટ્રનું અહમદનગર હવે અહિલ્યાનગર તરીકે ઓળખાશે. મહારાષ્ટ્ર કેબિનેટે આ અંગેના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કેબિનેટે જાહેરાત કરી કે અહમદનગર શહેરનું નામ 18મી સદીના મરાઠા રાણી અહલ્યાબાઈ હોલકરના નામ પરથી ‘અહિલ્યાનગર’ રાખવામાં આવશે. મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ સરકારને ગયા વર્ષે મે મહિનામાં શહેરનું નામ બદલવાની દરખાસ્તની કરી હતી.

જણાવી દઈએ કે અહમદનગર શહેરનું નામ અહેમદ નિઝામશાહના નામ પરથી રાખવામાં આવ્યું હતું. જેમણે 15મી સદીમાં નિઝામશાહી રાજવંશ અને અહમદનગર શહેરની સ્થાપના કરી હતી. જો આપણે મહારાષ્ટ્રના શહેરોના નામ બદલવાની વાત કરીએ તો 2022માં ઔરંગાબાદનું નામ બદલીને સંભાજી નગર અને ઉસ્માનાબાદનું નામ બદલીને ધારાશિવ કરવામાં આવ્યું હતું. ઔરંગાબાદ અને ઉસ્માનાબાદનું નામ મુઘલ સમ્રાટ ઔરંગઝેબ અને નિઝામ મીર ઉસ્માન અલી ખાનના નામ પરથી રાખવામાં આવ્યું હતું.

ઔરંગાબાદ અને ઉસ્માનાબાદના નામ બદલવાની માંગ સૌપ્રથમ શિવસેનાના દિવંગત નેતા બાળ ઠાકરેએ કરી હતી. આ માંગ તેમના દ્વારા ઘણા દાયકાઓથી કરવામાં આવી રહી હતી. જો કે ઉદ્ધવ ઠાકરેએ તેમની સરકારના પતન પહેલા મુખ્ય મંત્રી તરીકે તેમની છેલ્લી કેબિનેટ બેઠકમાં આ નામો બદલવાનો નિર્ણય લીધો હતો. તેમજ મહા વિકાસ અઘાડી (MVA)ના સહયોગી કોંગ્રેસ અને NCP આ નિર્ણયથી ખુશ ન હતા. તેમજ આ નિર્ણય રાજ્ય કેબિનેટ દ્વારા પસાર કરવામાં આવ્યો છે.

આશા વર્કરને મોટી ભેટ, પગાર વધારો
આ સિવાય મહારાષ્ટ્ર કેબિનેટે મુંબઈના 8 રેલવે સ્ટેશનોના નામ બદલવાનો નિર્ણય લીધો છે. જેનું નામ અંગ્રેજોના સમયમાં રાખવામાં આવ્યું હતું. કેબિનેટે ઉત્તન (ભાઈંદર) અને વિરાર (પાલઘર) વચ્ચે સી લિન્કના નિર્માણને પણ મંજૂરી આપી છે. આ સાથે જ લાંબા સમયથી હડતાળ પર ચાલી રહેલી આશા વર્કરોને મહારાષ્ટ્ર સરકારે મોટી ભેટ આપી છે. તેમના માસિક પગારમાં 5,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

મહારાષ્ટ્ર ભવન બનાવવા માટે જમીન ખરીદવાની મંજૂરી
મહારાષ્ટ્ર કેબિનેટે જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં મહારાષ્ટ્ર ભવન બનાવવા માટે 2.5 એકર જમીન ખરીદવાની મંજૂરી આપી છે. જેના માટેની બજેટ દરખાસ્ત મહારાષ્ટ્ર વિધાનસભાના છેલ્લા બજેટ સત્રમાં રાજ્યના બજેટમાં પહેલેથી જ કરવામાં આવી હતી.

Most Popular

To Top