Charchapatra

માનવતાનું ચીરહરણ અને હત્યા

વાત છે. ભારતના પૂર્વીય વિસ્તાર મણીપુરની છે. ૭૭ દિવસ પહેલાની શર્મ ભરી ઘટના આખા દેશને હલાવી ગયો. જ્યારે એ વાયરલ થયું ત્યારે દેશવાસીઓએ જાણ્યું. ખૂબ જ દર્દભરી અને હચમચાવનારી ઘટના છે. નિઃ વસ્ત્ર કરી બળાત્કાર કરી બે દીકરી અને તેના પિતા તથા ભાઈની હત્યા. કેટલું કૃર કર્મ કહેવાય. નિર્ભયા વખતે ન્યાય થયેલો તે પણ ઘણા મહિના પછી. તે પછી તો બળાત્કાર હત્યાની ઘટના મહિલાઓ સાથે ચાલી જ રહી છે. ક્યારે બંધ થશે.? રામાયણમાં રાવણ, મહા ભારતમાં દુઃશાસન તે પણ આટલા કૃર ન હતા. રાવણ તો સીતાથી દૂર જ હતો.

પણ કૃષ્ણાને તો કૃષ્ણ એ ચીર પૂરીને બચાવી લીધી. સ્ત્રીના મનમાં જે આર્તનાદ જાગે છે તેની વેદના કૃર વિકૃત મનના શું સમજવાના? આટલી બધી હિંમત આવI પુરષોની ? બધું થઈ જાય પછી જ જુલુસ,વિરોધ – ચર્ચા-થાય છે. પણ મહિલા ઓ ના રક્ષણ માટે પહેલેથી જ કોઈ સંરક્ષમતા કે યોજના નિયમો – હોય તો આવી શર્મનાક ઘટના ન બની હોત. મહિલાઓ પર યૌન શોષણની ઘટનાઓ ક્યારે બંધ થશે ? લોલુપ – વ્યભિચારી કે કોઈ બદલા લેવાની ભાવના થી પીડીત પુરુષ થી કોણ બચાવશે? આજે આખા દેશમાં હાહાકાર મચી ગયો છે.સંદિગ્ધોને ફાંસી જ આપો તે પણ તાબડતોબ .તો જ કંઈક સુધારો થાય અને આવા ડરીને રહે.
સુરત     – જયા રાણા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

નોટરીએ પ્રતિષ્ઠાને લાંછન લાગે તેવા કૃત્યથી દૂર રહેવું જોઈએ
તાજેતરમાં કેટલાક ગંભીર ગુનાઓમાં નોટરી સામે શંકાની સોય ચિંધાઈ રહી છે. ત્યારે નોટરી કામ જ મહત્વનું હોવાથી ખૂબ જ ધ્યાન આપવાની જરૂર છે. કોઈપણ દસ્તાવેજની નોટરી વેળા સ્ટેમ્પ પેપર, સ્ટેમ્પ ડ્યુટી પ્રમાણે લીધો છે કે નહીં?, સ્ટેમ્પ પેપરની ખરીદી નિયમ મુજબ 6 મહિનાની અંદર જ થઈ છે કે નહીં?, સ્ટેમ્પ પેપર દસ્તાવેજ કરાવનારના નામનો છે કે નહીં? થર્ડ પાર્ટીનો નહીં ચાલે, જેવી બાબતો ખાસ ચકાસવી. કોઈપણ કામ શંકાવાળુ કે ખોટું લાગે તો પ્રેમથી નોટરી કરવા ઈનકાર કરી દેવો.

નોટરીઅલ રજીસ્ટર રૂલ 11(2) મુજબ હોવું જોઈએ અને તે કોઈને સોંપવું નહીં. નોટરી કરવા આમંત્રણ વિના કોઈના ઘરે, હોસ્પિટલ કે અન્ય સ્થળે જવું નહીં. દસ્તાવેજ પર નોટરી વેળા પક્ષકારના તેમજ સાક્ષીના નામ-સરનામા સહિતના ફોટા લગાડવા, પુરૂષ પક્ષકારનું જમણા હાથના અને મહિલા પક્ષકારનું ડાબા હાથના અંગૂઠાનું નિશાન ખાસ લેવું. નોટરીની ટિકિટ સાથેના શીલ પર આપણા ભારત દેશના અશોક સ્તંભનું ચિહ્ન છે, સત્યમેવ જયતે પણ લખેલું છે, જ્યાં આપણે સહી કરીએ છીએ. જેથી પૈસાની લાલચમાં આવી નોટરી પબ્લિકની પ્રતિષ્ઠાને દાગ નહીં લાગે તેવી કામગીરી કરવા તેમણે નોટરીઝને સૂચન કર્યું છે.
સુરત     – ચંપક વી. બંગાલી આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top