વડોદરા: વડોદરા મહાનગર પાલિકા દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ શહેરમાં વિવિધ સ્થળ પર રહેણાંક વિસ્તારની સ્કીમો બનાવવામાં આવી છે. તેજ સ્કિમમાં દુકાનો પણ બનાવવમાં આવી છે. ત્યારે પાલિકા દ્વારા આ દુકાનો જાહેર હરાજીથી વેચવામાં આવેશે. આ હરાજી તારીખ ૧૪ નવેમ્બર ગાંધીનગર ગૃહ ખાતે રાખવામાં આવી છે જેમાં શહેરના સયાજીપુરા, અટલાદરા, અકોટા -તાંદળજા, માંજલપુર, કારેલીબાગમાં કુલ 115 દુકાનો બનાવાઈ છે. જેમાંથી 100 સામાન્ય જાતિ માટે છે, જ્યારે બાકીની 15 એસટીએસસી, ઓબીસી, અને દિવ્યાંગજનો માટે છે. સયાજીપુરા -1માં ફાઇનલ પ્લોટ 109, 110 અને 120 માં સૌથી વધુ 66 દુકાનો છે. જ્યારે કારેલીબાગ-9 ફાઇનલ પ્લોટ 223માં 32 દુકાનો છે. માંજલપુરમાં 12 દુકાનો છે. જાહેર હરાજી અંગેની અરજી કોર્પોરેશનની વેબસાઈટ પર જોઈ શકાશે. હરાજીમાં જેણે ભાગ લેવો હોય તેણે અનામતની રકમ તેમજ જરૂરી પુરાવા તારીખ 7 નવેમ્બર સુધીમાં કોર્પોરેશનની એફોરડેબલ હાઉસિંગ શાખા, કાર્યપાલક ઈજનેર, રાવપુરા કન્યા શાળા નંબર 3ને પહોંચતા કરી દેવા જણાવ્યું છે.
મુખ્યમંત્રી ગૃહ યોજનામાં બનાવેલી દુકાનો પાલિકા હરાજી કરી વેચશે
By
Posted on