વડોદરા : વડોદરા મહાનગર પાલિકા શહેરીજનોને પ્રાથમિક સુવિધા આપવા માટે સાવ નિષ્ફળ નીવડી છે. પાલિકા જાણે ઘોર નિંદ્રમાં હોય તેમ લાગી રહ્યું છે. પાલિકા દ્વારા સમયસર શહેરી જનો પાસેથી વરો તો વસૂલ કર છે પણ તેનું વળતર ચૂકવવાતા નથી. જેથી આજ રોજ શહેરનાં છેવાડે આવેલા સોમા તળાવનાં આસપાસના વિસ્તારોનાં લોકો છેલ્લાં કેટલાક સમય થી ત્રાહિમામ પોકારી ગયા છે. આ વિસ્તારમાં આશરે ૧૭હજાર જેટલા લોકો ત્યાં વસી રહ્યા છે. તે લોકો પોતાની પ્રાથમિક સુવિધા લેવા માટે આમતેમ વલખા મારી રહ્યા છે.
છેલ્લા ઘણા વર્ષોથી સોમા તળાવનાં ઈન્દ્ર નગર , કૃષ્ણનગરના અને ઘાઘરેટિયા વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. વારંવાર પાલિકાની કચેરીમાં જઈને લેખિત અને મૌખક રજુઆતો કરી ચૂક્યા છીએ છતાં પાલિકા દ્વારા તેમની સામે આંખ આડા કાન કરી રહ્યું છે. તેમના વિસ્તારમાં તો ન લાઈટ, પાણી અને ઉભરાતી ગટરો જેવી અનેક પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. આ વોર્ડમાં કોણ નગર સેવક કોણ છે તે પણ વિસ્તારના લોકોને જાણ નથી. વધુમાં જણાવ્યું હતું કે અમારો વોર્ડ ૧૬ માં આવેલો છે પણ તેમાં કોણ નગર સેવક કે કોણ નેતા છે તે અમને ખબર નથી. અમારા વિસ્તારમાં આશરે છેલ્લા કેટલાક સમયથી વોટ લઈને ગયેલા એકપણ નેતા અમારા વિસ્તારમાં જોવા મળતા નથી.
વડોદરા શહેરમાં જે પલિકાં દ્વારા સ્માર્ટ સિટી બનાવવાનો. પ્રોજેક્ટ હતો તેની સમય મર્યાદા પણ સમાપ્ત થઈ ચૂકી છે. જ્યારે સ્માર્ટ સિટીનાં કામો તો હજુ પણ શહેરમાં અધૂરા જોવા મળી રહ્યા છે અને પાલિકા દ્વારા બીજી બાજુ શહેર સ્માર્ટ સિટી બની ગયું છે તેવી મોટી મોટી ગુલબાંગો પોકારી રહી છે. જ્યારે બીજી બાજુ વડોદરાના શહેરીજનો પ્રાથમિક સુવિધા વલખા મારી રહી છે. પરંતુ આ વિસ્તારમાં કોઈપણ જવાબદાર હોદ્દેદારો, નગરસેવકો કોઈપણ આવતું નથી અને અને આવે ત્યારે ખાલી ફકત મોટા મોટા વચનો જ આપે છે પણ કામગીરી કરવા કોઈપણ અધિકારી આવતું નથી. જેથી રહિશો દ્વારા આજરોજ પાલિકાને જગાડવા માટે થાળીઓ વગાડી ને વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે જો આગામી સમયમાં અમારી માંગ નહિ સંતોષાય તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ રહિશો દ્વારા કરવામાં આવી હતી. વડોદરા મહાનગર પાલિકાના સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સમસ્યાના નિરાકરણ માટે યોગ્ય પગલાં લેવામાં આવશે.