Vadodara

પાલિકાની શહેરમાં દબાણો મુક્ત ઝુંબેશ વાઘોડિયા રોડ ખાતે દબાણ હટાવાયા

વડોદરા: મહાનગર પલિકાની દબાણ શાખા દ્વારા શહેરમાં ઠેર ઠેર રોડ રસ્તાને નડતરરૂપ દબાણો દુર કરવા કવાયત હાથ ધરી છે. તેમાં રોજે રોજ દબાણ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરી છે ત્યારે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આજે સવારથી જ પાલિકાની દબાણ શાખાની ટીમે ફરી એકવાર દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરી હતી. જેમાં લારી ગલ્લા અને કેબીનો રસ્તાને નડતરરૂપ હતા તે દબાણ હટાવવા જતા દબાણ શાખાની ટીમ સાથે લારી ધરોકોના ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખા દ્વારા વડોદરા શહેરમાં છેલ્લા પંદર દિવસથી વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકને નડતરરૂપ હોય તેવા લારી ગલ્લા અને કેબીનો હટાવવાની કામગીરી પાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે બે દિવસ અગાઉ પણ સયાજી હોસ્પિટલની પાછળના ભાગમાં દબાણો હટાવવા જતા દબાણ શાખાની ટીમને લારીગલ્લા વાળાઓ સાથે ચકમક ઝરી હતી.

ત્યારબાદ આજે સવારે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ વાઘોડિયા ચોકડીથી વૃંદાવન ચાર રસ્તા સુધીના દબાણો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી ત્યારે કેટલાક લારી ગલ્લા ધારકોએ દબાણ શાખાની ટીમનો વિરોધ કર્યો હતો અને ગરીબોના દબાણો હટાવવામાં આવે છે તેવો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને દબાણ શાખાની કામગીરી અટકાવવાનો પ્રયત્ન કરતા ઘર્ષણ સર્જાયું હતું પરંતુ વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખા દ્વારા બપોર સુધીમાં 40 જેટલી લારી અને ગલ્લા ઉઠાવી લેવામાં આવ્યા હતા. જેથી લારી ધારકોએ પાલિકા તંત્ર પર આક્રોશ વ્યક્ત કર્યો હતો.
સ્માર્ટ સીટી હેઠળના તમામ રોડ પરથી લારી-ગલ્લા હટાવાશે
શહેરના તમામ રોડ જે સ્માર્ટ સિટીમાં આવતા હશે તે તમામ રોડ પરથી લારી ગલ્લાઓ દુર કરવામાં આવશે. જેથી વડોદરા શહેરમાં લારીગલ્લા મુક્ત રહેશે. – ડો.હિતેન્દ્ર પટેલ, સ્થાયી ચેરમેન

Most Popular

To Top