આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં પાથરણાવાળા, લારીધારકોએ માઝા મૂકી છે જ્યાં નજર નાખો ત્યાં પાથરણાવાવાળાઓ અને લારીધારકોએ નાગરિકોના ચાલવાના ફૂટપાથ અને જાહેર માર્ગો પર પોતાનો ધંધો રોજગાર મેળવવા અર્થે આડેધડ લારીઓ અને પથારા લગાવી પોતાનો પગદંડો જમાવી દીધો છે ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં નાગરિકોનું ફૂટપાથ પર ચાલવું અને માર્ગો પર વાહન ચલાવવું અત્યંત જોખમી સાબિત થઈ પડ્યું છે. આ પરિસ્થિતિ માટે ટ્રાફિક સત્તાધિશો તો જવાબદાર છે જ પરંતુ સ્થાનિક સ્વરાજ્ય સત્તાધિશો પણ યેનકેન રીતે પ્રરોક્ષ રીતે જવાબદાર ઠેરવી શકાય તેવું કહેવું જરાય અતિશયોકિત નથી.
દબાણ ટીમ આ દબાણ હટાવવામાં કોઈ રસ દાખવતી નથી સમયાંતરે તેવો પાસે દંડ સ્વરૂપે નજીવી રકમ વસૂલી સંતોષ માણતી હોવાનું જણાઈ આવે છે. આવા દબાણકર્તા લારીધારકો અને પાથરણાવાળાઓને મહાનગર સેવા સદન, નગરપાલિકા દ્વાર પી એમ સ્વનિધિ યોજના અન્વયે સહાય આપી સ્વનિર્ભર થવા સહાય આપવામાં આવે તે કેટલા અંશે વ્યાજબી ગણાય? શહેરીજનો પાસેથી કરોડો રૂપિયાના વિવિધ પ્રકારના વેરાઓનુ ઉઘરાણું કરતી હોય ત્યારે સુવિધાના નામે શૂન્ય કામગીરી કરે તે કેમ કરી ચલાવી લેવાય?
બાપોદ જકાતનાકા, વડોદરા – રાજેશ ગોડિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.