આવી રહ્યો છે. આ લીગમાં ભાગ લેવા માટે ટીમો ધીમે ધીમે દુબઈ પહોંચી રહી છે.આઇપીએલ સીઝન 14ના બીજા તબક્કામાં 31 મેચ રમાવાની છે. જે 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ સિઝનની અંતિમ મેચ 15 ઓક્ટોબરે રમાશે. મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓ એક મહિના પહેલા જ યુએઈ પહોંચી ગયા છે. ખેલાડીઓએ ત્યાં પહોંચતા જ ક્વોરેન્ટાઇન રહેવું પડશે. પ્રથમ મેચ રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ વચ્ચે રમાવાની છે.
મુંબઈ ઈન્ડિયન્સે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં મુંબઈથી યુએઈ સુધીના ખેલાડીઓનો પ્રવાસ બતાવવામાં આવ્યો છે. આ વીડિયોમાં ખેલાડીઓ પીપીઇ કીટ પહેરીને ફ્લાઇટમાં મુસાફરી કરતા જોવા મળ્યા હતા. આ વીડિયોમાં ઇશાન કિશન, ધવલ કુલકર્ણી ઉપરાંત અર્જુન તેંડુલકર પણ જોવા મળ્યા હતા.