Comments

સૌથી બુદ્ધિમાન ભારતીય પ્રોફેસર- આન્દ્રે બેટીલે

હું જે ભારતીય વિદ્વાનની વધુ પ્રશંસા કરું છું એ છે પ્રોફેસર આન્દ્રે બેટીલે. 15મી સપ્ટેમ્બરના રોજ તેમનો નેવુંમો જન્મદિવસ ઉજવશે. બંગાળમાં જન્મેલા અને ભણ્યા-ગણ્યા. તેઓ કલકત્તા યુનિવર્સિટીમાં એમ.એ. કર્યા પછી દિલ્હી ચાલ્યા ગયા અને ત્યારથી ત્યાં જ રહે છે. ચાર દાયકા સુધી તેમણે દિલ્હી યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં ભણાવ્યું. સાથેસાથે અનેક પુસ્તકો અને લેખો પણ લખ્યાં. તેમની સેવાનિવૃત્તિ બાદ પ્રોફેસર બેટીલે અશોકા યુનિવર્સિટીનાં પ્રથમ ચાન્સેલર તરીકે સેવા આપી છે. સાથે તેમણે વિદ્વતાપૂર્ણ કાર્યોની સાથે તેમની યુવાવસ્થા અને શિક્ષણ વિશે એક આકર્ષક સંસ્મરણ પણ પ્રકાશિત કર્યું.

આન્દ્રે બેટીલે અડધા-ફ્રેન્ચ, અડધા-બંગાળી અને સંપૂર્ણપણે ભારતીય છે. તે પોતાના દેશને એ રીતે પ્રેમ કરે છે જેમ બંગાળી બૌદ્ધિકો ભાગ્યે જ કરે છે. બંગાળીઓ જરા પણ સંકુચિત માનસિકતાવાળા નથી; મેં એકવાર (આ અખબારમાં) મજાક કરી હતી કે, બધા પ્રખ્યાત બંગાળીઓ બે રાષ્ટ્રીયતા ધરાવે છે. જેમ કે, નીરદ સી. ચૌધરી – બંગાળી અને અંગ્રેજ હતા; સત્યજીત રે – બંગાળી અને ફ્રેન્ચ; જ્યોતિ બસુ – બંગાળી અને રશિયન; ચારુ મઝુમદાર (નકસલવાદી નેતા) – બંગાળી અને ચીની. મેં ઉમેર્યું કે, રવીન્દ્રનાથ ટાગોર કદાચ છેલ્લા પ્રખ્યાત બંગાળી હતા, જેઓ બંગાળી અને ભારતીય એમ બંને હતા.

ટાગોરની જેમ, પ્રોફેસર બેટીલે પણ વિશ્વ અને બાકીના ભારત વિશે જાણવા ઉત્સુક છે. તેમણે તમિલ દેશમાં આંતરિક ક્ષેત્ર તંજાવુરમાં તેમનું ડોક્ટરલ ફિલ્ડવર્ક કર્યું. તેમના પોતાના સંશોધન વિદ્યાર્થીઓમાં બોમ્બેથી એક બંગાળી, જમશેદપુરથી એક તમિલ, લદ્દાખ પર કામ કરનાર એક કન્નડ અને કર્ણાટકમાં કામ કરનાર એક પંજાબીનો સમાવેશ થાય છે. તેઓ માર્ક્સ અને વેબર, ઇવાન્સ-પ્રિચાર્ડ અને લેવી-સ્ટ્રોસ અને નહેરુ અને આંબેડકરને પણ જાણે છે.

મારા પુસ્તક ‘ડેમોક્રેટ્સ અને ડિસેન્ટર્સ’માં મેં પ્રોફેસર બેટીલેના વિદ્વતામાં ઐતિહાસિક યોગદાન વિશે વિસ્તારથી લખ્યું છે. અહીં, હું વધુ વ્યક્તિગત રૂપે લખવા ઇચ્છીશ કે, અમારી દોસ્તી મારા માટે શું મહત્ત્વ ધરાવે છે. હું તેમને પ્રથમ વખત 1988માં મળ્યો હતો; અને ત્યારથી અમે સંપર્કમાં છીએ. તેમનાં લખાણો અને અમારી વાતચીતોએ મારા દેશ અને મારા કાર્ય વિશે મારી વિચારધારાને ઊંડાણપૂર્વક આકાર આપ્યો છે.

મેં એક વખત આન્દ્રે બેટીલેને ‘ભારતના સૌથી બુદ્ધિશાળી પુરુષ’ કહ્યા, જે એક ખાસ રીતે અવિચારી ચુકાદો હતો, ભલે શબ્દોમાં બે ચેતવણીઓ હોય; ભારતમાં કોઈ વધુ બુદ્ધિશાળી મહિલા પણ હોઈ શકે છે અથવા વિદેશમાં રહેતા અન્ય કોઈ બુદ્ધિશાળી ભારતીય પણ હોઈ શકે છે. હું શા માટે તેના તરફ આકર્ષિત થયો તે સ્વયંસ્પષ્ટ છે. પણ તેણે શા માટે મારી પ્રશંસાનો પ્રેમથી જવાબ આપ્યો? કદાચ તે એટલા માટે હશે કારણ કે મારી બૌદ્ધિક ગતિ તેમના કરતાં ઘણી અલગ હતી. જ્યારે અમે પહેલી વાર મળ્યા ત્યારે તેમણે એક જ નોકરીમાં ત્રીસ વર્ષ પૂરાં કરી લીધાં હતાં;

હું સાત વર્ષમાં મારી ચોથી નોકરીમાં હતો. હું ઉત્સાહી હતો; તે શાંત હતા, તે પ્રશ્નની બધી બાજુઓ તપાસ્યા પછી તેનો ચુકાદો આપતા હતાં. હું સાથી વિદ્વાનો સાથે વિવાદાસ્પદ તર્ક-વિતર્ક પસંદ કરતો હતો; તે હંમેશાં સંયમિત રહેતા હતા, પછી ભલે તે વાતચીતમાં હોય કે છાપવામાં. હું એક યુવાન વિદ્વાન હતો, જે સ્વભાવમાં તેમનાથી ખૂબ જ અલગ હતો, કદાચ આ જ કારણે આન્દ્રેએ મારી સાથે આટલો સારો વ્યવહાર કર્યો હશે. આ વિરોધાભાસ તેને પસંદ આવ્યો; અને કદાચ એટલે જ અમારી વાતચીતમાં ચમક અને ઉત્સાહ આવ્યો.

હું ઘણાં વર્ષોથી મારાં પુસ્તકોમાં આન્દ્રે બેટીલેનાં પ્રકાશિત લખાણોનો ઉપયોગ કરતો રહ્યો છું અને મારી કૉલમ અને વાર્તાલાપ માટે અમારી વાતચીત પર નજર રાખું છું. જ્યારે રાજીવ ગાંધી જીવિત હતા ત્યારે જ આન્દ્રેએ મને કહ્યું હતું કે, જવાહરલાલ નેહરુની મરણોત્તર પ્રતિષ્ઠાએ બાઇબલના એક પ્રખ્યાત આદેશને ઉલટાવી નાખ્યો છે. આ કિસ્સામાં, પિતાના પાપોની સજા તેના બાળકો અને પૌત્રો-પૌત્રીઓને મળવાને બદલે પુત્રી અને પૌત્રના પાપોની સજા તેમને મળી. બીજા શબ્દોમાં કહીએ તો પ્રજાસત્તાકના નિર્માણમાં નેહરુએ જે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું તે તેમના વંશજોની ભૂલોના કારણે અસ્પષ્ટ અને અપવિત્ર થઈ ગયું હતું. જ્યારે સોનિયા ગાંધી અને પછી રાહુલ ગાંધીએ રાજકારણમાં પ્રવેશ કર્યો તો આન્દ્રે બેટીલેની ટિપ્પણીની બુદ્ધિમત્તા વધુ સ્પષ્ટ થઈ ગઈ. અત્યાર સુધીમાં મેં આનો ઉપયોગ જાહેરમાં ઓછામાં ઓછો એક ડઝન વખત કર્યો હશે, અને હંમેશા શ્રેય સાથે.

એન્ડ્રે બેટીલેનાં લખાણો સ્થાયી પ્રાસંગિકતા ધરાવે છે. તેમના કામથી અપરિચિત વાચકોએ તેમના અખબારના લેખોના સંગ્રહ, ક્રોનિકલ્સ ઑફ અવર ટાઇમથી શરૂઆત કરવી જોઈએ. વધુ વાંચવા માગતા લોકો નીચેનામાંથી કોઈ પુસ્તકો વાંચી શકે છે: કાસ્ટ, ક્લાસ એન્ડ પાવર; સોસાયટી એન્ડ પોલિટિક્સ ઇન ઇન્ડિયા; અને ધી આઇડિઆ ઓફ નેચરલ ઇન્ઇક્વાલિટીએન્ડ અધર એસેસ. અંતે, હું તેમનાં અખબાર આર્ટિકલનાં બીજા સંગ્રહની ભલામણ કરીશ, જેનું શીર્ષક છે, ‘આઈડિયાલૉજી એન્ડ ધ સોશિયલ સાયન્સ.’
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top