ઓગસ્ટ મહિનો એટલે વાર-તહેવારથી ભરપૂર મહિનો જેવા કે રક્ષાબંધન-સ્વાતંત્ર્ય દિન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી વગેરે તહેવારોની વણઝાર હોય છે. ઓગસ્ટમાં સરકારી કર્મચારીને લીલા લહેર. ઓછું કામ અને સરખો પગાર પણ સરકારી કર્મચારી, એક વસ્તુ ધ્યાન રાખશો કે રજાના દિવસે ખર્ચા બમણાં થઇ જાય છે. 31 દિવસના મહિનામાં 10 રજા આવે છે. ઘણાં લોકોએ નાની-મોટી ટુરનાં આયોજન કર્યાં છે. જો કે આ દરમ્યાન ટ્રેનમાં ટિકિટ મળતી નથી. આના પછી નજીકમાં ફરવાની વાત કરું તો સાપુતારા, ડાંગ-દમણ, સેલવાસ- વાંસદા, ગિરાધોધ- ડાંગ, હિલ- વઘઇ જેવાં ઉપરોકત સ્થળે 1 ડે કે નાઈટ પીકનીક થઇ શકે છે. ઉપરોકત બધાં જ સ્થળે સુરતીઓને અનુરૂપ ખાણી-પીણી મળી રહે છે. સુરતીઓને મનગમતી ખાણી-પીણી મળી રહે પણ સુરતી પૈસાની સામે જોતો નથી.
સુરત – મહેશ આઈ. ડોકટર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ફેરફાર થતું ઋતુચક્ર
આજે વાતાવરણ અને ઋતુચક્રમાં અતિશય ફેરફાર જોવા મળે છે. આ બધુ હવાનું પ્રદૂષણ એટલે કે ઓઝોન વાયુમાં ગાબડાં પડવાથી થાય છે. જો આપણે ધ્યાન ન આપીશું તો આ પ્રદૂષણનાં કારણે થતા આડ-અસરોથી આપણે પ્રભાવિત થશું. બાકી મારે શું? પર્યાવરણનો એક દિવસ ઉજવીને બારેમાસ બેદરકાર રહીશું તો બાવાજીનાં બેય બગડશે. જે પોષતુ તે મારતું દીશે. આપણે વિકસાવેલી અધતન કિનોલોજી એક દિવસ આપણને જ મારશે.
સુધાવાડી, નવસારી- પટેલ પ્રિતીકુમારી ગુલાબભાઇ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.