Charchapatra

નદી તટ (પ્રકૃતિ)કિનારે વસેલા આદિવાસીઓની ચોમાસાની જીવનશૈલી..

ચોમાસુ બેસતું હોય એટલે પ્રકૃતિ ચારે કોર ખીલી ઉઠે. ઝરણાઓ વહી નદીને મળે છે. આવી નાની નદીઓ કેટકેટલીય છે. કિનારા સાથે નાગરિક વસ્તી સાથે આદિવાસી શાળાઓ પણ ઘણા જગ્યાએ જોવા મળે છે. જેમ કે ઓલણ નદી ઝાવડા પીપલવાડા (આશ્રમ શાળા) બરડીપાડા (જીવનજ્યોત શાળા) હરીપુરા ધોળકા આમોનિયા કલમકુઈ. તેવી જ રીતે પૂર્ણા, કાકરડા, કેળવણ, ભેંસકાંત્રી ગામડાં સાથે ત્યાં નદીકિનારે માયાદેવી મંદિર આવેલું છે. અન્ય સ્થળમાં કરજખેડ બેસનીયા કોતરમાંથી નદી સ્વરૂપે વહેણ જોવા મળે છે.

તકિયાઆંબા, પદમડુંગરીથી નાની નદીઓ અંબિકાને મળે છે. ચુનાવાડીના ડુંગરની ઢોળાવવાળા નાના ઝરણાથી પણ ઓલણ નદીને મળે છે. ઓલણ નદીકિનારે પદમડુંગરી ઉમરવાવ તટે ચાંદસૂર્યા મંદિર આવેલું છે. અહીં ખ્યાલ આવે એના માટે ટૂંકમાં નદીના નામ લખીને પ્રકૃતિનું સૌંદર્ય કેવી રીતે ફેલાયેલું છે. તે બતાવવાનો પ્રયત્ન કરેલો છે. નદીનો પ્રવાહ વરસાદ આધારિત નક્કી હોય છે. વધુ વરસાદ હોય તો આ મોટી નદીઓમાંથી નાની નદી કે કોતરોમાં અવનવી માછલીઓ ખેતરો સુધી ફરી વળે છે. જે સ્થાનિક નાગરિકો માછલીઓ પકડીને નાના હાટ બજારમાં સાપ્તાહિક બજારમાં પહોંચી જાય છે.
તાપી    – હરીશ ચૌધરી    – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top