Charchapatra

ચોમાસું દસ્તક કરે છે

સુરત શહેરની હવામાનમાં ગરમીનો પારો નીચે છે પરંતુ ઉકળાટ અસહ્ય છે અને વચ્ચે વચ્ચે પવનની લહેરો રાહત આપે છે, આ વાતાવરણ જાણે ચોમાસાને આમંત્રણ આપી રહ્યું એમ લાગે છે. વળી આકાશમાં વાદળોની અવરજવર પણ ચાલુ છે. આવા સંજોગો એક સૂચક છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા નીચે મુજબના Pre-Monsoon અભિગમ શરૂ કરી દેવો જોઈએ. (1) શહેરી અવરજવર રસ્તા પરના મોટાવૃક્ષોની રોડ તરફ નમેલી ડાળીઓ તથા પાંદડાઓને, જરૂરત પ્રમાણમાં ઓછા કરી નાખો, જેથી ચોમાસા દરમ્યાન ભારે પવનને કારણે વૃક્ષો પડવાથી બચી જાય અને જે પ્રજાજનોનાં સ્વાસ્થ્ય તથા સુરક્ષાનાં હિતમાં જરૂર રહેશે. (2) રોડ પરની ગટરો પાસેના જમા કચરા તથા પ્લાસ્ટીક કચરાને તાત્કાલિક સાફ કરાવો, જેથી ચોમાસામાં ગટરો ‘ચોકઅપ’ ન થાય- ગટરો પણ સાફ કરાવો (3) આપણી પ્રજાજનોની પણ રૂટ જ છે કે જ્યા ત્યાં કચરો ન નાખીએ. (4) ઘર/ઓફીસ/ દુકાની ગોડાઉન વગેરેમાં ઈલેક્ટ્રીક પોઈન્ટ્સ પર વરસાદી પાણી પડે નહીં, તેનું ધ્યાન રાખીએ જેથી શોટસર્કિટ અને આગના બનાવો નિવારી શકાય.
 સુરત    – દિપક બી. દલાલ-  આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે. 

ગામડાના નામ બદલાય, તુર્કીવાડનું કેમ નહીં?
પાકિસ્તાનને શસ્ત્રોની મદદ કરનાર તુર્કી પ્રત્યે ભારે વિરોધ જાગ્યો છે અને ‘ગુજરાતમિત્ર’ અખબારે સુરતના તુર્કીવાડનું નામ બદલવા માટે જે ઝુંબેશ ઉપાડી છે, તેને શહેરના પ્રબુદ્ધ નાગરિકો, પૂર્વ કોર્પોરેટરો, સાંસદ મુકેશ દલાલ ઉપરાંત વિવિધ સમાજના અગ્રણીઓએ આવકારીને તુર્કીવાડનું નામ બદલવા મતંવ્યો રજૂ કર્યા છે. સરકારે ઓલપાડ તાલુકાનું મહમદપોર ગામ હતું તેને રાજનગર કર્યું, માંડવી તાલુકાનું ચુડેલ ગામનું નામ ચંદનપુર કર્યુ છે, લોકોનો વિરોધ વધતો જાય છે. આથી તુર્કીવાડનું નામ બદલવા માટે સુરત મહાનગરપાલિકાએ તાકીદે પહેલ કરવી જોઈએ, ઉપરાંત સુરત શહેરના બેગમપુરા, સૈયદપુરા જેવા વિસ્તારના નામો બદલવા જોઈએ, કેન્દ્ર સરકારે અલ્હાબાદનું નામ પ્રયાગરાજ કર્યુ છે. માંડવી મેઇનરોડ પર નાગરિક સહકારી બેન્કની આગળ જતા જે ‘સેતાન-ફળીયા’ છે તેનું નામ પાલિકાએ બદલવું જોઇએ. તેવી લોક માંગ પણ થઇ રહી છે.
તરસાડા   – પ્રવીણસિંહ મહિડા-  આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top