દુકાળગ્રસ્ત દેશો, ભૂખે મરતા માટે કોઇને અનુકંપા નથી ત્યાંના રાજકર્તાઓ અમાનુષી ત્રાસ વર્તાવી બીજા દેશોએ આપેલુ અનાજ ભૂગર્ભમાં જતુ રહે છે. ભૂખ્યો માનવી ખૂન કરતા અચકાતો નથી, ભલભલા રાજાઓની હત્યા થઇ છે. શસ્ત્ર ઉત્પાદકો લાગણીહિન હોય છે. પોતાના અર્થતંત્રને સબળી બનાવવા આજ એક ઉપાય છે. એક બીજા પર આક્રમણ કરતા કરતા પોતે જ શસ્ત્ર ઉત્પાદકોના ખંડિયા બની ગયા. સરકારો ઉથલાવવા ઉપરોકત હથિયારના ઉત્પાદકો કામિયાબ નિવડયા.
સુરત – અનિલ શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
અભિનંદન ઇશ્વરભાઇ
સુરતના સપૂત સાહિત્યકાર, પત્રકાર, ચર્ચાપત્રી ખરેખર ઇશ્વરનું સ્વરૂપ છે. મુખ્યમંત્રીના હસ્તે ‘ધરતીપુત્ર’નો એવોર્ડ પ્રાપ્ત કર્યો એ સુરતવાસીઓ માટે આનંદ અને ગૌરવની વાત છે. મળસ્કે ચાર વાગ્યે 50 સુગમ સોસાયટીમાં કમળાના દર્દીઓ શહેર અને ગામડેથી દવા લેવા આવતા. જડમૂળથી પોતાની જાતે બનાવેલી દવા આપતા. આવુ સતત પચાસ વર્ષથી એકધારૂ દસલાખ લોકોને દવા આપી સેવાની ધૂણી થખાવી રહેલા ઇશ્વરભાઇ ધન્યતા અનુભવે છે અને જન જન ને સેવાનો સંદેશ પહોંચાડે છે. ચર્ચાપત્રી હોવાને નાતે ઇશ્વરભાઇ રોજ અમારા જેવા પત્રકારોને, ચર્ચાપત્રીઓને પોતાના ઘરે આમંત્રણ આપતા અને વકતાઓ દ્વારા વિષયને અનુરૂપ ન્યાય અપાવવાનો પ્રયત્ન કરતા. કાર્યક્રમને અંતે પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ જરૂર રાખતા. ચા કે પીણાથી સૌનું સ્વાગત કરતા. ‘અતિથિદેવો ભવ:’નું સ્મરણ કરાવતા. સાચે જ ઇશ્વરભાઇ અભિનંદન એવોર્ડને સન્માનીય છે.
સુરત – ગોપાળ આર. પરમાર- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.