Charchapatra

મોબાઈલ આવ્યો અને બાળકોની નિર્દોષ રમતો ગુમ

આજથી 50-60 વર્ષો પહેલાં શાળાનાં બાળકો સાંજે શાળાએથી આવ્યા પછી મહોલ્લામાં લખોટી, ભમરડા, સંતાકૂકડી પકડદાવ.. અને કબડ્ડી જેવી નિર્દોષ રમતો રમતા. આજના મોબાઈલ યુગમાં આ બધી રમતો ગાયબ થઈ ગઈ છે. હવે તો મોબાઈલમાં જ જાત-જાતની રમતો આવે છે. એટલે બાળકો હાથમાં પકડી એકલા એકલા જ આ બધી રમતો રમે છે. આજે તો મોબાઈલ નાના 9/10 વરસના બાળકથી માંડી 80/90 વર્ષના વૃદ્ધના હાથમાં પણ જોવા મળે છે. આમ આ નાનકડા રમકડા જેવા મોબાઈલે માનવીને ખરેખર ગુલામ બનાવી દીધો છે. મોબાઈલ આવ્યો એટલે લેન્ડલાઈન ટેલીફોનો ગયા છે. મોબાઈલ આવ્યો એટલે કેલ્ક્યુલેટર મશીન ગયા, મોબાઈલ આવ્યો એટલે ઘડિયાળ ગઈ. મોબાઈલ આવ્યો એટલે સામાન્ય કેમેરે ગયા છે.  આજનો માનવી મોબાઈલનો ગુલામ બની ગયો છે. એમાં પેલા નાનાં બાળકોની નિર્દોષ રમતો પણ ગુમ થઈ ગઈ છે. આજે તો મોબાઈલ એ માનવજીવનનું એક અનિવાર્ય અંગ બની ગયું છે.  આજના ઝડપી જમાનામાં મોબાઈલ એક ખૂબ જ અનિવાર્ય અને ઉત્તમ સાધન છે. તેનો પણ સ્વીકાર કરવો જ રહ્યો. અકસ્માત સમયે એમ્બ્યુલન્સ બોલાવવા કે 108 બોલાવવા મોબાઈલ અત્યંત જરૂરી છે. એના વડે ઘણાં લોકોના જાન પણ બચ્યા છે. એટલે આ મોબાઈલ માનવ જાત માટે ખૂબ જ ઉપયોગી તો છે જ, તેની ના નથી, પણ મોબાઈલનો વધુ પડતો ઉપયોગ આગળ જતાં હાનિકારક કે ઘાતક પુરવાર ન થાય તેની કાળજી રાખવી જરૂરી.
બીલીમોરા- રમેશભાઈ એસ. ગાંધી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

પત્ની એટલે બોન્ડેડ લેબર?
પરાપૂર્વથી આદિવાસી કાળથી પત્ની એટલે સેકસ કોમોડીટી. ગળથૂથીમાંથી જ ગર્ભસંસ્કાર રોપવામાં વડીલોનો ફાળો નાનો સૂનો નથી. દૂરના ભૂતકાળની વાતો, પત્ની એટલે ચૂલો ચક્કી, દરેક વ્યકિતની ચરણપોથી કરવાની નૈતિક ફરજ લાદવામાં આવે છે. માંદગીમાં ખડે પગે હાજર રહેવું. પત્ની એ માણસ નથી પણ રોબો છે. તેને કોઇ લાગણી સાથે સ્નાનસૂતકનો જાણે વ્યવહાર ન હોય. પત્નીની નાની મોટી બિમારી પ્રત્યે દુર્લક્ષ સેવવું. આજનો જમાનો પલટાઇ ગયો છે. બોન્ડેડ લેબરમાં કોઇ કુટુંબમાં પતિ પર બોન્ડેડ લેબરનો છાપો લાગી ગયો છે, અહીં આવકનો તફાવત ભેદભાવ ઊભો કરે છે.
સુરત              – અનિલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top