નવા મંત્રીઓ બંગલામાં ગૃહપ્રવેશ કરી રહ્યા છે. ત્યારે ધારાસભ્યો માટે પણ ૯ માળના ૧૨ ટાવરમાં નવા ક્વાટર્સ તૈયાર કરવામાં આવ્યા છે. ૨૨૦ કરોડના ખર્ચે ૨૧૬ લક્ઝરી ફ્લેટ તૈયાર કરવામાં આવ્યા છે. દરેક ફ્લેટમાં ૪ બેડરૂમ છે. ૪ બેડરૂમ ઉપરાંત લિવિંગ રૂમ, ઓફિસ રૂમ, રીડિંગ રૂમ, બાલ્કની, ડ્રેસિંગ રૂમ, ૩ એટેચ બાથરૂમ અને ટોયલેટ, ૧ કોમન બાથરૂમ અને ટોયલેટ અને ૧ કર્મચારી માટે રૂમ સહિતની સુવિધા છે. જાહેર સુવિધામાં ૨ લેન્ડ સ્કેપ ગાર્ડન અને ઓડિટોરિયમ, કોમ્યુનિટી હોલ, કેન્ટિન, આધુનિક હેલ્થ ક્લબ, ચિલ્ડ્રન પ્લે એરિયા વરિષ્ઠ નાગરિક પાર્ક, ઇન્ટરનેટ લોન્જ અને ઇન્ડોર ગેમ ઝોન ડેક સાથે એરોબિક ઝોન જોગિંગ અને વોકિંગ ટ્રેક ૪ ઈનઆઉટ ગેટ રહેશે.
ધારાસભ્યો માટે બનેલા નિવાસમાં એક ફલેટની કિંમત અંદાજે એક કરોડ થવા જાય છે. હાલમાં ધારાસભ્યોને પગાર ભથ્થા સહિત મહિને એક લાખ અઢાર હજારનો પગાર મળે છે. અત્યાર સુધી ધારાસભ્યો ઘર માટે માત્ર ૩૭ રૂપિયા ભાડું ચૂકવતાં હતા એટલે કે રોજનો માત્ર સવા રૂપિયો નવા ફ્લેટમાં આ ભાડું વધી શકે છે. લિવિંગ રૂમમાં અને બેડરૂમમાં ૪૩-૪૩ ઇંચના ૨ LEDટી વી. મુકવામાં આવશે. રેફ્ટિજેટર, એ.સી. પ્લાન્ટ, ગીઝરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. બોલો હજુ કઈ બાકી રહી જાય છે. બોલો
સુરત – અબ્બાસભાઇ કૌકાવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.