Gujarat

માર્ચ પૂરો થાય તે પહેલાં જ ગુજરાતમાં સખત ગરમી પડશે, જાણો હવામાન વિભાગે શું આગાહી કરી..

હવામાન વિભાગે (meteorological department) ઉનાળાને લઈને આ વખતે વધારે ગરમી પડવાનું પૂર્વાનુમાન (forecast) કર્યું છે ત્યારે લોકોએ કાળઝાળ ગરમી (summer) માટે તૈયાર રહેવું રહેવું પડશે. 15મી માર્ચથી અંગ દઝાડતી ગરમી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 18થી 21 માર્ચ દરમિયાન રાજસ્થાનના બાડમેર વિસ્તારમાં ગરમી વધીને મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે. તેની અસરને પગલે ગુજરાતના સરહદના ભાગોમાં પણ ગરમી વધશે. ગુજરાતીઓને ગરમી માટે તૈયાર રહેવું પડશે. કારણ કે, હવામાન વિભાગની (weather forecast) આગાહી પ્રમાણે, રાજ્યના અનેક વિસ્તારોમાં 13 માર્ચથી ગરમી 40 ડિગ્રીને પાર થવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યારથી જ 14 શહેરનો પારો 35 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. રવિવારે અમદાવાદમાં 37.5 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.

રાજ્યમાં હવે ધીરે ધીરે ગરમી વધી રહી છે. બપોરના સમયે ગરમીની અસર વર્તાવા લાગી છે. રવિવારે સરેરાશ ગરમીનો પારો 37 ડિગ્રીએ પહોંચ્યો હતો. અમદાવાદમાં એરપોર્ટ કેમ્પસમાં આવેલી હવામાન કચેરના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે અમદાવાદમાં 37.5 ડિ.સે., ડીસામાં 36.4 ડિ.સે., ગાંધીનગરમાં 36.8 ડિ.સે., વડોદરામાં 36.6 ડિ.સે., સુરતમાં 35.5 ડિ.સે., વલસાડમાં 34.5 ડિ.સે., અમરેલીમાં 37.8 ડિ.સે., ભાવનગરમાં 35.2 ડિ.સે., રાજકોટમાં 37.6 ડિ.સે.,સુરેન્દ્રનગરમાં 37.6 ડિ.સે., ભૂજમાં 35.0 ડિ.સે. અને નલીયામાં 31.6 ડિ.સે. ગરમી (મહત્તમ તાપમાન) નોંધાઈ હતી.

 માર્ચની શરૂઆતની સાથે જ અમદાવાદ સહિતના શહેરમાં ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. જોકે, હાલમાં સવારના સમયે શિયાળા જેવી ગુલાબી ઠંડી અને બપોરના સમયે ગરમી એમ બવેડી ઋતુની અહેસાસ થઈ રહ્યો છે.  આગામી દિવસોમાં હજુ પણ ગરમીનો પારો વધુ ઊંચકાય એવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતમાં માર્ચથી મે મહિના સુધી તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેશે.

બીજી તરફ, રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆત થતાં જ અનેક જગ્યાએ કાળઝાળ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. મળતી માહિતી મુજબ આ વખતે સખત ગરમી પડવાના એંધાણ છે. આ વખતે ચોમાસામાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડ્યો હતો. અનેક વિસ્તારોમાં તો અતિ વૃષ્ટિ જેવી હાલત હતી. હવે હવામાન વિભાગે ઉનાળાને લઈને આ વખતે વધારે ગરમી પડવાનું પૂર્વાનુમાન કર્યું છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top