Vadodara

શહેરના રાજમાર્ગો પર રખડતા ઢોરો બાદ બિન્દાસ્ત ફરતા શ્વાનનો ત્રાસ

વડોદરા : વડોદરા શહેરમાં રખડતા ઢોર બાદ રખડતા શ્વાનનો ત્રાસ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. હજુ થોડા દિવસ પહેલા જ એક બાળકીને શ્વાને કરડવાથી તેને ટાંકા આવ્યા હતા. જેને લઈને પરીવારજનોએ પાલિકા તંત્ર પર આંક્રોશ વ્યક્ત કર્યો હતો અને પાલિકા તંત્ર આ ઘટના બાદ પણ જાણે મુકપ્રેક્ષકની જેમ ખાલી તમાશો જોયા કરતી હોય તેમ લાગી રહ્યો છે કારણ કે રખડતા શ્વાન હજુ પણ જાહેર માર્ગો પર જોવા મળી રહ્યા છે. અમ હજુ તો થોડા સમય અગાઉ જ બાળકી ઘરમાં ઘોડિયામાં સૂતી હતી મારી બાળકીની ઉંમર માત્ર 4 મહિના અને 3 દિવસની છે. મારી પત્ની મારી દીકરી જાન્વીને ઘરમાં ઘોડિયામાં સૂવડાવી અને સાંજે 6 વાગ્યે ઘરની બાજુમાં નળમાં પીવાનું પાણી ભરવા માટે ગઇ હતી. આ દરમિયાન ઘરની જાળી ખુલ્લી રહી ગઇ હતી. જેથી રખડતું કૂતરું ઘરમાં આવી ગયું હતું.

માતાએ પરત ફરતા કૂતરું બાળકીને બેરહેમી પૂર્વક માથામાં ઇજાઓ પોહચાડી લોહી ચાતું હતું. માતાની ભારે જહેમત બાદ બળકીનેજ પોતાના હાથમાં લઈ લીધી. બાળકીની ગંભીર હાલાતમાં જોતા તેની માતાએ શહેરની ગોત્રી હોસ્પિટલમાં સારવાર લઇ ગયા હતા. જ્યાં બાળકીને માથાના ભાગે 15 થી વધુ ટાંકા આવ્યા છે. જેને લઈને પાલિકા દ્વારા આ ઘટનાને લઈને કોઇપણ જાતની કાર્યવાહી કરી હોય તેવું લાગતું નથી કારણ કે રખડતા શ્વાનતો હજુ પણ રસ્તે રખડતા જોવા મળી રહ્યા છે. શું પાલિકા હજુ પણ કોઈ રખડતા ઢોરને લઈને કોઈ મોટી ઘટના બની હતી તેમ કોઈ રખડતા શ્વાન લઈને કોઈ મોટી ઘટના બનવાની રહય જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે તેવું લોક મુખે ચર્ચાય રહ્યું છે.

Most Popular

To Top