Charchapatra

તબીબી ક્ષેત્ર અને એ.આઈ.

હાર્ટએટેક અને બ્રેઇન સ્ટ્રોક માટે અમેરિકાના ઇન્ટરમાઉન્ટેઇન હાર્ટ ઇન્સ્ટિટયુટના વિજ્ઞાનીઓએ એક એવી મોબાઈલ એપ વિકસાવી છે જેના દ્વારા હાર્ટએટેકનો ખ્યાલ આવી શકશે. આ એપ લગભગ ઇ.સી.જ. જેટલી જ પરફેકટ છે. આ એપ વડે હાર્ટની ગતિવિધિ પર નજર રાખી શકાશે. એવી જ રીતે એપલ કું.ના સ્માર્ટ વોચમાં તમને બ્રેઇન સ્ટ્રોક આવવાનો હોય તો તે અંગે સૂચના આપે છે. આ સ્માર્ટ વોચમાં ઇલેકટ્રોકાર્ડિયોગ્રામ પણ રેકોર્ડ થઇ જાય છે.  યુનિવર્સિટી ઓફ સર (ઇગ્લેન્ડ)ના સંશોધકોએ સંધિવાથી પીડાતાં દર્દીઓ માટે એઆઈ  (આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ) સિસ્ટમ તૈયાર કરી છે જે કોઇ પણ વ્યક્તિના ઘુંટણનો વા કયારે થશે તે બતાવશે.

આગામી  એક વર્ષમાં તમારા ઘૂંટણની સ્થિતિ કેવી હશે તે જણાવશે. આ સંશોધન ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં રજૂ કરવામાં આવ્યું હતું. સંશોધકોએ 5000 દર્દીઓના એકસ-રે પર આ એઆઈ સિસ્ટમને તાલીમ આપી હતી. આ સીસ્ટમ અન્ય એઆઈ ટુલ્સની તુલનામાં નવ ગણી ઝડપથી કામ કરે છે. ચાઈનામાં એક એઆઈ સીસ્ટમનું મશીન બન્યું છે, જેમાં મેડિકલ સેન્સર મૂકયા છે. આ મશીનની સામે ઊભા રહેવાથી તમારું બ્લડપ્રેસર, પલ્સ, હાર્ટ રેટ, ટ્રેમ્પરેચર, ઓકિસજન લેવલ તથા નાની માંદગીઓનું નિદાન તુરન્ત કરી આપે છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ દ્વારા તબીબી ક્ષેત્રે એક અદ્દભુત ક્રાંતિ આવી રહી છે જેના દ્વારા રોગોનું નિદાન અને સારવાર સરળતાથી થઇ શકશે!
યુ.એસ.એ. – ડૉ. કિરીટ ડુમસિયા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top