વડોદરા : વડોદરા શહેરના અડધાથી વધુ વિસ્તારમાં પાણીકાપની સમસ્યા સર્જાઈ છે નર્મદા કેનાલમાંથી આવતા પીવાના પાણીમાં લીલી શેવાળને કારણે પાણી પુરવઠો પુરતો પહોંચાડી શકાતો નથી પરિણામે પાણીકાપની સમસ્યા સર્જાય છે વડોદરા શહેરના પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારની ૬ જેટલી ટાંકીઓમાં દ્વારા ઓછો સમય પાણી આપવામાં આવશે જેના કારણે અંદાજે ચાર લાખથી પણ વધુ લોકો પ્રભાવિત થશે જોકે આ સ્થિતિ 15 માર્ચ સુધી રહેશે તેમ લાગે છે લીલી શેવાળ ની સમસ્યા સામે વડોદરા સ્માર્ટ સિટીનું તંત્ર કુદરતના ભરોસે છે એટલે અંદાજે એક મહિના સુધી લોકોને પાણી માટે વલખા મારવા પડશે તે નિશ્ચિત છે.
વડોદરા શહેરના અડધાથી વધુ વિસ્તારને નર્મદા કેનાલ મારફતે પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે જોકે નર્મદા કેનાલમાંથી આવતા પાણીમાં લીલ અને શેવાળ આવતા ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર ચાલતા પંપો ચોકઅપ થઈ રહ્યા છે પરિણામે પાણી પહોંચાડવામાં મુશ્કેલીઓ ઊભી થઇ રહી છે જેથી વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવતા હરીનગર,ગોત્રી ગાયત્રી પુરા, તાંદલજા,વાસણા અને દક્ષિણ વિસ્તારની મકરપુરા તથા માંજલપુર પાણીની ટાંકી દ્વારા આપવામાં આવતા પાણીના પુરવઠોમાં કાપ મૂકવામાં આવ્યો છે. ટ્રીટમેન્ટ પ્લાન્ટના પંપો ચોકઅપ થવાના કારણે રોજ 25 એમએલડી એટલે અંદાજે દોઢ કરોડથી પણ વધુ લીટર પાણીની ઘટ સર્જાઇ રહી છે જેથી નાગરિકો પર પાણીનો કાપ મૂકવામાં આવ્યો છે પાણીના કારણે છ પાણીની ટાંકી વિસ્તારના અંદાજે ચાર લાખથી પણ વધુ લોકો પ્રભાવિત થશે તેમ મનાય છે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ દૂષિત પાણીના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી કાપ ની સ્થિતિ સર્જાઇ હતી.