Vadodara

કન્સ્ટ્રકશન સાઈટ પર પાણી ભરાય તો નોટિસ આપવા મેયરે સૂચના આપી

વડોદરા: શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે.ડેન્ગ્યુ ચિકનગુનિયા સહિત અન્ય રોગોએ માથું ઉચક્યું છે.તેને લઈને પાલિકા દ્વારા મેડિકલ ઓફિસર હેલ્થ વર્કર આરોગ્ય અમલદાર સાથે અકોટા સરસયાજી  નગર ગૃહ ખાતે એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં અધિકારીઓને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. વડોદરા શહેરમાં ચોમાસા દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય ના કારણે રોગચાળો એ માથું ઊંચક્યું છે. શહેરમાં ડેન્ગ્યુ અને ચીકનગુનિયા ,ટાઇફોર્ડ ,મલેરિયા સહિત રોગોએ માથું ઉચક્યું છે. કેસોમાં વધારો થતાં મહાનગરપાલિકાએ તાત્કાલિક ધોરણે અકોટા સર સયાજી નગર ગૃહ ખાતે એક બેઠક યોજવામાં કરવામાં આવ્યું હતું. જેમાં મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ પ્રથમ નાગરિક કેયુર રોકડિયા અને ડેપ્યુટી મેયર નંદા જોશી એ

મેડિકલ ઓફિસ, હેલ્થ વર્કર આરોગ્ય અમલદાર સાથે  સહિત આરોગ્ય ના કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી. દિવસે ને દિવસે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં વધારો થઈ રહ્યો છે. તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવશે તેંની સમીક્ષા કરવામાં આવી હતી. કર્મચારીઓને જરૂરી સૂચના પણ આપવામાં આવ્યા હતા. જોકે શહેરમાં 4 ઝોન માં જ્યાં ગંદકી હોય તેવી જગ્યા પર દવાનો છટકાવ કરવામાં આવશે. જ્યાં ખુલ્લા પ્લોટમાં ,કન્સ્ટ્રકશન સાઈડ પર જ્યાં પાણી ભરાઇ જતા હોય ત્યાં નોટિસ આપવાનું સુચના આપવામાં આવી હતી .રોગચાળા ને લઈ ડોર ટુ ડોર સર્વે કરવામાં આવશે. મૈયર કેવું રોકડિયા એ જણાવ્યું હતું કે ગત વર્ષ કરતા ડેન્ગ્યુ અને ચીકનગુનિયા ના કેસો માં ઘટાડો જોવા મળી રહ્યો છે. કઈ દિશામાં કર્મચારીઓ એ કામ કરવું તેની આરોગ્યના કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે. અને નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે સ્વચ્છ પાણી ભરેલા હોય તેમાં મચ્છરનો ઉપદ્રવ થતો હોય છે.

Most Popular

To Top