Vadodara

મેયર-કમિશનરે ગટરના ચેમ્બરોની મરામત કરવાની જગ્યાએ માત્ર લાકડાં ફસાવી બેરીકેડ મૂકાવી દીધી

વડોદરા: શહેરના પૂર્વ અને પશ્ચિમ ને જોડતું ગરનાળુ જે 24 કલાક વાહન વ્યવહારથી ધમધમે છે. પાલિકાની દરિદ્રતા જોવી હોય તો અલકાપુરીના ગરનાળા માંથી પસાર થવું. પાલિકાની હવે કામગીરી શરૂ થઈ ગઈ છે ગટરના ચેમ્બરમાંથી લાકડા ફસાવી દેવામાં આવ્યા છે અને પોલીસ વિભાગની મદદ લઈને પોલીસે ના બેરીકેટ પણ ત્યાં લગાવી દેવામાં આવ્યા છે. તેથી હવે શહેરીજનોને ચિંતા કરવાની જરૂર નથી આજે નહીં કે એક કે બે વર્ષમાં ગટરના ઢાંકણા બંધ કરી દેવામાં આવશે અને ગરનાળું નું બ્યુટીફીકેશન પણ કરી દેવામાં આવશે. પાલિકા હજુ મોટી દુર્ઘટના ની રાહ જોઈ રહી હોય તેમ લાગી રહ્યું છે.

વડોદરા શહેર સ્માર્ટ સિટીની વાત કરી રહ્યું છે અને સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ પણ મુકવામાં આવ્યા છે પરંતુ શહેરમાં સ્માર્ટ સિટી નહીં પરંતુ સ્માર્ટ અધિકારીઓ દ્વારા સ્માર્ટ પેપર વર્ક કરીને સ્માર્ટ ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ અને જોડતું અલ્કાપુરી ગરનાળુ 24 કલાક રાહદારી થી ધમધમતું હોય છે. અલકાપુરી ગરનાળા માં બે મહિના અગાઉ સામે આગ લગાડતા ગરનાળુ કાળા કોલસાની  જેવું થઈ ગયું છે. વાહનચાલકો અને કોલસાની ખાણ માંથી પસાર થઈ બહાર નીકળ્યા બાદ હાશકારો અનુભવે છે. જોકે અલકાપુરી ગરનાળા ના સમાચાર પ્રસિદ્ધ થયા બાદ પાલિકાની કામગીરી શરૂ થઈ ગઈ છે.

અધિકારીના હુકમથી ગટરની ચેમ્બરમાં લાકડા ફસાવી દેવામાં આવ્યા છે. એન્જિનિયરિંગ વિભાગ વોર્ડ ઓફિસર ખૂબ રસ લઈને મેયર કેયુર રોકડિયા ના વોર્ડ માં કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.અલકાપુરી ગરનાળા માં આવનાર દિવસોમાં ભયજનકનું પાટીયું લાગશે નિશ્ચિત છે. વડોદરા પોલીસે યોગદાન આપીને ગરનાળા માં પાલિકાની મદદ કરવા પોલીસ તત્પર થઈને આગળ આવી ત્યાં બેરીકેટ મૂકવામાં આવ્યા જેથી શહેરીજનો ને જાનહાની થાય નહીં. પાલિકાએ બેરીકેટ મુક્યું અને કામગીરી ચાલુ થઈ વડોદરા ની જનતા જનતા ધીરજ રાખે મોડેમોડે કામ થશે. આજે નહીં પરંતુ એક કે બે વર્ષમાં અલકાપુરી ગરનાળા ની સમસ્યાનો ઉકેલ આવશે?

વડોદરાના શહેરીજનો જાણે છે વડોદરા શહેર એ સ્માર્ટ સિટી છે જેમાં ખાડા પણ પડશે, દૂષિત પાણી પણ મળશે, ડ્રેનેજ પણ ઉભરાસે,  રોડ તૂટશે, ગટરના ઢાંકણા ખુલ્લા રહેશે,વરસાદી પાણી ભરાશે અને સ્માર્ટ અધિકારીઓ દ્વારા સ્માર્ટ પેપર વર્ક કરીને સ્માર્ટ ભ્રષ્ટાચાર પણ આચરવામાં આવશે. પાલિકાએ અલકાપુરી ગરનાળા માં ભયજનક પાટિયું મારીયું નથી. આગામી દિવસમાં ભયજનક પાટીયા લાગે તો નવાઇ નહિ. પાલિકા હજી મોટી દુર્ઘટના ની રાહ જોઈ રહી હોય તેમ લાગવા છે.પાલિકાએ સ્માર્ટ સિટી કમાન્ડર રૂમ બનાવવામાં આવ્યો છે શુ તેમાં ભયજનક ચેમ્બર નહીં દેખાતી હોય.

Most Popular

To Top