Vadodara

મેયર અને આશિષ શાહની મુલાકાત ચિંતન દેસાઈએ કરાવી

વડોદરા: શહેરના કારેલીબાગ ખાતે બાલાજી અગોરા મોલ ને 1 લાખ 25 હજાર સ્કવેર ફિટ જગ્યા પાછી લેવાની જાહેરાત સામાન્ય સભામાં મેયરે કરી હતી. મેયર આ જાહેરાત કરતા મેયર અને આશીસ શાહ અગાઉથી આ જાહેરાતને લઈને ગોઠવણ થઈ હોય તેવી ચર્ચાએ જોર પકડયું છે મેયરે પદભાર સંભાળતા જ સભા સેક્રેટરી ચિંતન દેસાઈ છે અગોરા ના આશિષ શાહે મેયર સાથે મુલાકાત કરાવી હતી. દરમિયાન અગોરા મોલના જમીનના વિવાદને લઈને કેયુર રોકડીયાનો ફોન અને એસએમએસથી સંપર્ક કરતા તેમનો પ્રતિઉત્તર આવ્યો ન હતો.

અગોરા મોલના આશિષ શાહ અને મેયરને પ્રથમ મુલાકાત સભા સેકેટરી ચિંતન દેસાઈએ કરાવી હતી. એ ગુપ્ત બેઠકમાં આગળની રણનીતિ નક્કી કરી હતી. આશિષ એ મુખ્યમંત્રી કચેરી ખાતે સીધો સંપર્ક રાખનારો છે. ગાંધીનગરના સનદી અધિકારી મુખ્યમંત્રી કચેરી ખાતે અધિકારીઓ સાથે ખૂબ નજીકથી સંબંધ ધરાવે છે. તત્કાલીન મુખ્યમંત્રીના પુત્રી જમાઈ સાથે  અગોરા મોલ ના આશિષના ધંધાકીય સબંધ છે એવુ ચર્ચાઈ રહ્યું છે.

અગાઉ મેયર કેયુર રોકડિયા અગોરા ના આશિષ શાહ  અને ચિંતન દેસાઈ સાથે બેઠકમાં કરેલા નિર્ણય નો સામાન્ય સભામાં અમલ કરવામાં આવ્યો હતો. સામાન્ય સભામાં વિપક્ષી નેતા અમી રાવતે ફ્લોર પર બેસી ને વિરોધ નોંધાવ્યો હતો અને ત્યાર બાદ મેયર કેયુર રોકડીયા એ 1 લાખ 25 હજાર સ્કવેર મીટર જમીન પછી લેવાની જાહેરાત કરી હતી. સામાન્ય સભા મેયર એ ભાષા એવી હતી કે અગોરા ના આશિષ શાહ નો ભાગીદાર બોલતો હોય. એટલા હકથી જાહેર કર્યું હતું કે જગ્યા આપી દેશે અને આપણે લઈ લઈશું. એવી મેયર ને ખાતરી હતી. વિપક્ષી નેતાની રાવતે જણાવ્યું હતું કે સામાન્ય સભામાં પહેલીવાર મેયરે સ્વીકાર્યું હતું કે જે 1 લાખ 25 હજાર સ્કવેર મીટર જગ્યા છે તેના પર દબાણ થયું છે

Most Popular

To Top