રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક બનવા માટે આગામી સમયમાં લેવાનારી ટાટ- માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની પરીક્ષાનું માળખું જોવામાં આવે તો તેમાં પહેલાં પ્રિલિમ પરીક્ષા તેમજ મુખ્ય પરીક્ષા એમ બે ભાગમાં લેવાશે. જે ઉમેદવારો પ્રિલિમ પરીક્ષા પાસ કરશે તે જ ઉમેદવારો મુખ્ય પરીક્ષામાં બેસી શકશે. પહેલાં આ પરીક્ષામાં એક જ પેપર લેવાતું હતું,ત્યાર બાદ શિક્ષક ભરતીની જાહેરાતમાં મેરીટના આધારે પોસ્ટિંગ મળતું હતું. હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.મૂળ તો જે મુખ્ય પરીક્ષા છે તે માત્ર કવોલિફાઈ રાઉન્ડ છે.
તેમાં જો ઉમેદવાર 200માંથી 195 લાવે તો પણ કોઈ કામના નથી. ખરાખરીનો જંગ તો મુખ્ય પરીક્ષાનો છે. આમાં જોવા જઈએ તો પરીક્ષા પધ્ધતિ ખોટી નથી પણ મહેનતનું ફળ ના મળે તો પરીક્ષાનો કોઈ અર્થ રહેતો નથી.પ્રિલીમ પરીક્ષામાં કરેલી મહેનતનું ફળ તો મળવું જોઈએ, તેના માર્કસ મુખ્ય પરીક્ષામાં વધારે નહીં તો થોડાક અંશે ગણાવા જોઈએ.જેથી ભરતીના મેરીટમાં ઉમદેવારોને ફાયદો થાય.આ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ વિભાગે વિચારવું રહ્યું અને પરીક્ષા પધ્ધતિમાં સુધારા કરવાની જરૂર લાગી રહી છે.
પંચમહાલ – વિજયસિંહ સોલંકી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.