વિતેલા સપ્તાહની મહત્વની ઘટના બેંક નિફટી ઓલટાઇમ હાઇ પર પહોંચ્યો તે હતી. બે મહિના પહેલા આ જ બેંક નિફટી એ નિફટીની પાછળ ઘસડાતો હતો. ફાયનાન્શ્યલ સેકટર દ્વારા નોંધપાત્ર કમબેક થયું છે અને ખાનગી તથા જાહેર ક્ષેત્રની બેંકો અને ફાયનાન્શ્યલ શેરો દ્વારા પ્રયાસો સારા રહ્યા છે. હાયર લેવલોએ આપણે વોલેટાલિટી જોઇ શકીએ છીએ. ટૂંકા ગાળામાં થયેલા મજબૂત વધારાએ ઘણી અચોક્કસતા સર્જી છે કારણ કે પ્રવાહો લાંબા ન હતા.
બજાર જો કે અપેક્ષા મુજબ જ ઉંચે ગયું પરંતુ વૈશ્વિક પ્રવાહોથી દોરવાઇને હાયર લેવલો પરથી પીછેહટ કરી ગયું. હવે ગત સપ્તાહે જે પુલબેકસ ઉભર્યા હતા તે 17500ની નજીક ટેકો મેળવી રહ્યા છે. આપણે નોંધી શકીએ છીએ કે બજારમાં હવે ઇન્ફલેકશન પોઇન્ટ 17400 થી 17300ના ઝોનની આસપાસ છે. એકવાર આ લેવલ જો છૂટી જાય તો નિફટી ફરી એકવાર કંઇક કરેકશન જોઇ શકે છે.
મેક્રો મોરચે વૈશ્વિક પ્રવાહોના સંકેતો દબાણ હેઠળ રહ્યા છે અને શુક્રવારે બજારોમાં જે સોફટનેસ દેખાઇ તેને હળવાશથી લેવાની જરૂર છે. અમેરિકી બજારોએ નકારાત્મક રીતે રિએકટ કરવાનું ચાલુ રાખ્યું છે ત્યારે આપણે વૈશ્વિક બજારોમાં જે પ્રસ્થાપિત થઇ રહ્યા છે તે પ્રવાહોના આધારે અભિગમ લેવાની જરૂર છે.
ચાર્ટના ખયાલથી જોઇએ તો હાયર ટાઇમફ્રેમ સંકેત આપે છે કે તેજીનું વલણ ખતરા હેઠળ છે. વીકલી ચાર્ટસ સૂચવે છે કે જૂનના છેલ્લા સપ્તાહમાં મજબૂત બુલીશ સર્જ દેખાયા પછી તેજીવાળાઓ પોરો ખાઇ રહ્યા છે. પ્રોફિટ બુકીંગ કિંમતોને નીચે તરફ ખેંચી જતું જણાય છે. અલબત્ત, આપણે એક અગત્યના તબક્કા પર છીએ અને અહીં ઘટાડે ખરીદીને ઉછાળે વેચવાની નીતિ અપનાવવાની જ યોગ્ય જણાય છે.તે શકય છે કે હવે થોડા સપ્તાહો સુધી આપણને મોટા પ્રવાહો જોવા નહીં મળે કારણ કે આપણી પાસે કોઇ લોકલ પ્રાઇસ ટ્રિગરો નથી. હવે પછીના ત્રિમાસિક પરીણામો છેક ઓકટોબરના બીજા સપ્તાહમાં આવશે. હવે મિડકેપ શેરોની આગેકૂચ પણ મર્યાદિત થઇ શકે છે. ગયા સપ્તાહના લોની નીચેની કોઇ પણ ગતિ મિડકેપ સ્પેસમાં કેટલાક વ્યાપક ઘટાડા સુધી દોરી જઇ શકે છે.
સિપ્લા (CMP 1045.95)
ફાર્મા શેરો સપ્તાહના અંત ભાગે બેજારમાં અચાનક દેખાયેલી બેરીશનેસ છતાં ટકી રહેવામાં સફળ રહ્યા છે. આપણે ડેઇલી ચાર્ટસ પરથી સમજી શકીએ છીએ કે સપોર્ટસ ઘણી સારી રીતે હોલ્ડ થયા છે. જયારે આમાં ન્યુટ્રલ ઝોનમાંથી મોમેન્ટમ રિબાઉન્ડ થતી જોઇ શકાય છે ત્યારે તેમાં લોંગ કરવાનું વિચારી શકાય. આ શેરમાં 1070 સુધીના વધારા માટે 1020ની નીચે સ્ટોપ રાખીને સીએમપી પર અથવા 1030 સુધીના ઘટાડે ખરીદીનું વિચારી શકાય.
BDL (CMP 920.95)
શુક્રવારે દેખાયેલ સ્ટેડી રનમાં કિંમતો કોન્સોલીડેશનના લાંબા ફેઝમાંથી બહાર આવતી દેખાઇ. 900ની આસપાસના વેલ્યુ રેઝિસ્ટન્સ ઝોનની ઉપર દેખાયેલ મજબૂત કલોઝિંગ સ્પષ્ટપણે સંકેત આપે છે કે આ શેરમાં કેટલોક નવેસરથી ખરીદીનો રસ દેખાઇ રહ્યો છે. લોંગ બોડી બુલીશ કેન્ડલ દેખાઇ છે તે હવે કેટલીકે તેજીની ગતિ આકર્ષી શકે છે. આમાં 950 સુધીના વધારા માટે 890 નીચે સ્ટોપ રાખીને સીએમપી પર અને 900-905 તરફના ઘટાડે ખરીદીનું વિચારી શકાય.