હમણાં જ ‘આંતરરાષ્ટ્રીય નારી દિવસ ‘ ગયો અને દરેકે રંગેચંગે ઉજવ્યો. સોશીયલ મિડિયા પર પુરુષો માટે પણ સરસ મેસેજ મળ્યા. જે મુજબ દરેક વ્યક્તિએ સમજવાનું છે કે સમાજમાં સ્ત્રી અને પુરુષ બન્નેનું સમાન મહત્ત્વ છે.
પુરુષ કે જે પોતાની પહેલા મા-બાપનું વિચારે,પત્નીનું વિચારે, સંતાનોનું વિચારે અને પરિવારનું વિચારે.સવારે નવથી રાતે નવ બૂટ પહેરીને જુઓ ત્યારે ખબર પડે પુરુષની વ્યથા અને દશા. ફાટેલાં ગંજી ને મોજાં પહેરીને પણ પત્નીને હસતાં હસતાં કહે કે ત્યાં કોણ જોવે છે તે પુરુષ.નાનો હોય ત્યારે બહેન-ભાઈનું વિચારે, થોડો મોટો થાય .
એટલે મા-બાપનું વિચારે. લગ્ન થાય એટલે પત્ની અને સંતાનનું વિચારે. છતાં પણ અહંકારી,ક્રોધી,લાગણીહીન, મતલબી પુરુષ જ લાગે! ઘરમાં 4 – 4 એસી હોય પણ પુરુષો કોઈ દિવસ ઘરે રહે ખરા? એસી કોના માટે? મોટા ઘર અને બંગલા કોના માટે? છતાં પણ પુરુષ સ્વાર્થી લાગે! ઘરમાં કબાટમાં માત્ર એક ખાનું પુરુષનું હોય ને બાકી બધાં સ્ત્રીનાં છતાં પણ પુરુષ ખર્ચાળ લાગે.
ઘરની દરેક વ્યક્તિને તહેવારો પર માગે તે લાવી આપે. પણ પોતાના માટે નહિ લાવે તો ચાલશે તે પુરુષ અને પોતે એક વીંટીમાં ખુશ રહે, છતાં પણ તે પત્નીને કંજૂસ લાગે.ઘરની દરેક વ્યક્તિનું બેલેન્સ કરવામાં પોતાની જિંદગી ઓછી કરી નાખે તે પુરુષ. નાનપણથી જ મા-બાપ માટે પોતાનાં સપનાં ભૂલી તેની ખુશી માટે હસતાં મોઢે બધું સ્વીકારી લેનાર પુરુષનું મહત્ત્વ જરાય ઓછું નથી.
સુરત – સૃષ્ટિ કનક શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.