વડોદરા: ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવ્યા બાદ અંગત પળોના ફોટા વાયરલ કરવાની ધમકી આપી ત્રણ વાસનાભુખ્યા મિત્રોએ ૧૭ વર્ષની યુવતી પર અવાર નવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળેને ત્રણેય મિત્રો વિરુદ્ધ બળાત્કાર, અપરણ અને પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધાવતા પોલીસે બળાત્કાર ગુજારનાર આરોપી ત્રિપૂટીની અટકાયત કરી છે. આજના આધુનિક ટેકનોલોજી ના યુગમાં મોબાઈલ પર અજાણ્યા ઈસમો સાથે મિત્રાચારી કરીને સંબંધ બાંધતી 17 વર્ષની સગીરા ઇન્સ્ટાગ્રામના માધ્યમથી માણેજામા આવેલ હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા મિતેષ રોહિતના સંપર્કમાં આવી હતી. આ દરમિયાન તેઓ વચ્ચે થયેલા અવારનવાર સંપર્કમાં પરીચય ગાઢ બનતા બહાર મળતા હતા.તેના મિત્ર ભાવેશ મરાઠી સાથે પણ કિશોરીનો પરીચય કરાવ્યો હતો.
બંને મિત્રો સગીરાના પ્રેમમાં પડી જતાં ખટરાગ સર્જાયો હતો અને કિશોરીને એક બોજા સાથે સંબંધ નહી રાખવા ધમકી આપતા હતા.મિતેશના સાથે ગાઢ સંબંધ વિકસતાં બંન્ને એ અંગત પળોમાણી હતી જેમાં કેટલાક ફોટા લઈ લીધા હતા. ત્યારબાદ આ ફોટા તેણે પોતાના મિત્ર ભાવેશને પણ આપ્યા હતા. જેનો દુરુપયોગ કરીને શારીરિક ભુખ સંતોષવા ધમકી આપી હતી કે સેક્સ નહીં કરવા દે તો તારા અંગત ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કરી દઈશું તેમ જણાવી અંદરખાને મળેલા બંને મિત્રોએ અવારબનવાર યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હતું.
અંદાજે છેલ્લા ત્રણથી ચાર મહિનાથી બંને નરાધમોએ વારંવાર યુવતી પર એની મરજી વિરુદ્ધ તથા તે નાબાલીક હોવા છતાં તેના બળાત્કાર ગુજાર્યો હતો ત્યાર બાદ ત્રીજા મિત્ર પ્રદીપ તેડવે સાથે મુલાકાત કરવતા તેણે પણ પોત પ્રકાશ્યું હતું અને તેના જ ઘરમાં શારીરિક સંબંધ બાંધ્યા હતા. નરાધમોના સેક્સની માંગણીથી કંટાળેલી પિડીતાએ તેની આપવીતી પરિવારજનોને જણાવી હતી. અને મકરપુરા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા આરોપીઓ વિરુદ્ધ બળાત્કાર, અપરણ અને પોસ્કો એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો. ગુનો દાખલ કરવાની સાથે પોલીસ ટીમ એક્શનમાં આવી હતી અને આરોપીઓ ની તાત્કાલિક શોધખોળ કરી ને અટકાયત કરી હતી.
ગુના અંતર્ગત ઊંડી તપાસ અર્થે આરોપીઓના તેમજ ભોગ બનનાર પીડિતા નું પણ મેડિકલ ચેકઅપ કરાવવા સયાજી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. પીઆઇ વી એન મહિડાએ ત્રણેય આરોપીઓની પ્રાથમિક પૂછતાછ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે કલરકામ કરીને આજીવિકા રળતો મિતેશ પરિણીત છે અને થોડા સમય પૂર્વે જ છૂટાછેડા થઈ ગયા છે જ્યારે ચોવીસ વર્ષીય ભાવેશ અને પ્રદીપ છૂટક મજૂરી કરીને પેટીયું રળે છે. શારીરિક સંબંધ બાંધવા માટે આ બંને યુવાનો એના અન્ય એક મિત્રના રૂમનો ઉપયોગ કરતા હતા જેથી પોલીસે રૂમ આપનાર બંને યુવાનોના અન્ય મિત્રને સહ આરોપી તરીકે દર્શાવી તેની શોધખોળ કરવા સાથે અટકાયત બાદ ધરપકડ સુધીની કાર્યવાહી હાથ ધરી છે.