ઓઇ હોકી સ્ટેડિયમ
- સ્ટેડિયમની કેપેસિટી : 15.000
- યોજાનારી રમત : હોકી
- ઓઇ હોકી સ્ટેડિયમ ખાસ હોકીની રમત માટે ઉપયોગમાં લેવાતું સ્ટેડિયમ છે. આ સ્ટેડિયમ ઓઇ પીએર ઓસન પાર્કમાં બનાવાયું છે. આ સ્ટેડિયમ હોકીની રમત માટે ઉપયોગમાં લેવા માટેની પુરતી તૈયારી કરી લેવામાં આવી છે. આ સાથે જ ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ 2020 દરમિયાન આ સ્ટેડિયમનો ઉપયોગ મલ્ટિ પર્પઝ સ્પોર્ટસ ફેસિલીટી તરીકે કરવામાં આવશે.
ઓલિમ્પિક નેશનલ સ્ટેડિયમ
- સ્ટેડિયમની કેપેસિટી : 68,000
- યોજાનારી રમતો : એથ્લેટિક્સ અને ફૂટબોલ
- ટોક્યો ઓલિમ્પિક્સના ઉદ્દઘાટન અને સમાપન સમારોહ નેશનલ સ્ટેડિયમમાં યોજાવાનો છે જેને ઓલિમ્પિક્સ સ્ટેડિયમ પણ કહેવામાં આવે છે. આ એ જ સ્ટેડિયમમાં જ 1964ના ઓલિમ્પિક્સ વખતે મુખ્ય સ્ટેડિયમ રહ્યું હતું. ઓલિમ્પિક્સ 2020માં અહીં એથ્લેટિક્સની ઇવેન્ટ્સ તેમજ ફૂટબોલની મેચો રમાશે. ઓલિમ્પિકસ પુરો થયા પછી આ સ્ટેડિયમ સ્પોર્ટીંગ કલ્ચરલ ઇવેન્ટ માટે ઉપયોગમાં લેવાશે.
એરિએક ટેનિસ પાર્ક
- સ્ટેડિયમની કેપેસિટી : 19,900
- યોજાનારી રમત : ટેનિસ
- ટોક્યો ઓલિમ્પિક્સની ટેનિસ સહિતની રમતો જ્યાં યોજાવાની છે તે એરિએક ટેનિસ પાર્ક જાપાનમા ટેનિસની સુવિધાઓ ધરાવતું એક મહત્વનું સ્ટેડિયમ છે. આ ટેનિસ સ્ટેડિયમ તમામ સુવિધાઓથી સજ્જ છે અને તેમાં ઇન્ડોર અને આઉટડોર કોર્ટ આવેલા છે. તેની બનાવટ ઘણી આકર્ષક છે અને જાપાનની મોટાભાગની ટેનિસ ટૂર્નામેન્ટો આ સ્ટેડિયમમાં જ યોજવામાં આવે છે.
મુસાશિનો ફોરેસ્ટ સ્પોર્ટ પ્લાઝા
- સ્ટેડિયમની કેપેસિટી : 7,200
- યોજાનારી રમતો : બેડમિન્ટન
- ટોક્યો ઓલિમ્પિક્સની રમતોના આયોજનમાં મુસાશિનો ફોરેસ્ટ પ્લાઝા સ્ટેડિયમ ઘણું ઉપયોગી પુરવાર થાય તેવું છે. આ સ્ટેડિયમ ટોક્યો સ્ટેડિયમની નજીક આવેલું છે અને તેનો ઉપયોગ મલ્ટિ પર્પઝ સ્પોર્ટસ સ્થળ તરીકે કરવામાં આવે છે. આ ઓલિમ્પિક્સમાં તેનો ઉપયોગ બેડમિન્ટનની રમતોના આયોજન માટે કરવામાં આવશે.