Vadodara

ગ્રીન પ્લોટો સંસ્થાઓને ફરી પાછા અપાવવા ધારાસભ્યો જીદે ચઢ્યા

વડોદરા: વડોદરા મહાનગર પાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસીપલ કમિશનરની અધ્યક્ષતામાં ધારાસભ્ય સાથે સંકલનની બેઠક મળી હતી જેમાં  ગ્રીન બેલ્ટ કૌંભાંડમાં ધારાસભ્યોનું વલણ ચર્ચાસ્પદ રહ્યું હતું ગ્રીન પ્લોટ કૌભાંડ પછી પાલિકાએ પરત લઇ લીધેલા પ્લોટો હવે સંસ્થોઓને પરત આપવામાં આવે તેવી માંગ સાથે ધારાસભ્યો જીદે ચઢ્યા હોય તેમ સંકલનની બેઠકમાં  એકસુરમાં ગ્રીન પ્લોટ સંસ્થાને પરત કરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરી હતી ઉલેખનીય છે કે પાલિકાના મોટાભાગ ના પ્લોટ સાંસદ,ધારાસભ્ય અને નેતાઓ તેમજ આગેવાનોની સંસ્થાઓને ફાળવાયા હતા જોકે કૌભાડ ખુલતા જ ગ્રીન પ્લોટ પાલિકાએ પોતાના હસ્તક લીધા હતા.

કોરોનાં મહામારીને કારણે  અગાઉ ઓનલાઈન  સંકલનની બેઠક મળતી હતું જોકે koronan ગતિ ધીમી પડતા સામાન્ય સભા બાદ આજે પાલિકાની કચેરીમાં ઘણા સમય બાદ સંકલનની બેઠક યોજાઇ હતી વડોદરા મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ ના અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વડોદરા ના ધારાસભ્ય શૈલેષ મહેતા જીતેન્દ્ર સુખડિયા મનીષાબેન વકીલ સીમાબેન મોહિલે સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા આજની આ બેઠકમાં વડોદરા ધારાસભ્યોએ એકસૂરે વિવાદિત ગ્રીન પ્લોટનો મુદ્દો ઉઠાવ્યો  હતો તમામ ધારાસભ્યોએ ગ્રીન પ્લોટના મામલે પાલિકાની કામગીરી સામે જાણે સવાલો ઉઠાવ્યા હોય તેમ સંસ્થાઓ ને ગ્રિનપ્લોટ પરત  આપી દેવા પણ  રજૂઆત કરી હતી  સયાજીગંજ વિસ્તારના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાએ ગ્રીન બેલ્ટના પ્લોટનો મુદ્દો ઉઠાવ્યો હતો જેમા અન્ય ધારાસભ્યોઍ  સાથ આપ્યો હતો. જિતેન્દ્ર સુખડિયાએ  પાલિકા તંત્રએ સંસ્થાઓ પાસેથી ગ્રીન બેલ્ટના લીધેલા પ્લોટો સંસ્થાઓને પરત કરવા જોઈએ તેમ જણાવ્યું હતું   ગ્રીન બેલ્ટના પ્લોટો ઉપર ઘણી સંસ્થાઓ દ્વારા સ્ત્રીઓ, બાળકો તથા વૃદ્ધોને લગતી ઘણી સારી સેવાકીય પ્રવૃતિઓ થતી હોય છે. તેથી પાલિકાઍ ગ્રીન બેલ્ટના પ્લોટો સંસ્થાઓને પરત કરવા જેઓએ તેવી માંગ કરી હતી.

Most Popular

To Top