એક દિવસ એક બાદશાહને બહુ જ ગુસ્સો આવ્યો તેમના મંત્રીએ તેમનો હુકમ માન્યો નહિ એટલે તમણે દરબારની વછે મંત્રીને બે થપ્પડ લગાવી દીધા અને ધક્કો મારી બહાર નીકળી જવા કહ્યું. આ અપમાનથી મંત્રીને ખુબ જ ગુસ્સો આવ્યો તેમને પણ થયું કે આ બાદશાહ ને સામા બે થપ્પડ લગાવી દઉં ..પણ સમ્રાટણે બે થપ્પડ મારવા તો દુર તેમની પર હાથ ઉંચો કરવો કે અવાજ ઉંચો કરીને બોલવું એટલે ફાંસીને માંચડે લટકવું ..મૃત્યુને આમંત્રણ આપવું એટલે મંત્રી ચુપચાપ અપમાન સહન કરી ત્યાંથી નીકળી ગયો.
રસ્તામાં તેને એક સરદાર મળ્યો મંત્રીણે તેણે સલામ પણ કરી છતાં બરાબર સલામ કેમ ન કરી કહીને મ્ન્ત્રીઈએ તે સરદારને ત્રણ ચાર થપ્પડ મારી દીધા અને હંમેશા માટે નોકરીમાંથી બરખાસ્ત કરી દીધો.સરદારનો વાંક કઈ ન હતો પણ મંત્રીને પોતાની અંદરનો ગુસ્સો કોઈક પર ઠાલવવો હતો.સરદાર નાનો હતો મંત્રીને કઈ બોલી શક્યો નહિ પણ તેના મનમાં પણ ગુસ્સો ઉભરાયો કે સાવ નજીવા કારણસર મારું અપમાન કરી મને કેમ માર્યું ?પણ તે કઈ કરી શકે તેમ ન હતો એટલે ચુપચાપ ત્યથી ચાલ્યો ગયો. આગળ સરદાર પોતાના ઘરે પહોંચ્યો અને તેને પોતાના દરવાનને બરાબર પહેરો ન ભરવા બદલ ગુસ્સો કર્યો અને પાંચ કોરડા ફટકાર્યા અને ત્યાંથી કાઢી મુક્યો…દરવાને કોરડા ખાઈને પીડાથી ઉભરતા અવાજે પૂછ્યું, ‘સહેબ હુંતો આપણો વફાદાર છું અને બરાબર પહેરો ભરી રહ્યો હતો છતાં આપે મને કોઈ કારણ વિના કેમ સજા કરી કેમ માર્યું??’
સરદાર પાસે કોઈ જવાબ ન હતો …તેણે વિચાર્યું, ‘મેં મંત્રીને પૂછ્યું નહિ પણ આ દરવાને મને કારણ પૂછ્યું ..સાચું કારણ તો એ જ છે કે હું મંત્રીને કઈ કહી ન શક્યો એટલે મેં ગુસ્સો મારાથી નીચેના દરવાન પર કાઢ્યો …’ સરદારને સાચું કારણ સમજાયું તેણે પોતાની ભૂલ સુધારવા દરવાનની માફી માંગી લીધી આ જ દુનિયાનો નિયમ છે ..દુનિયાનો નિયમ છે કે જયારે આપણે આપણી ઉપરના ..આપણાથી વધારે વગ, પદ, પ્રતિષ્ઠા ધરાવનાર લોકોને કઈ કહી શકતા નથી ત્યારે આપણો ઉભરો આપણી નીચેના માણસ પર ખોટી રીતે કાઢીએ છીએ.કોઈકે આપનું અપમાન કર્યું તો તેની સામે કઈ ન બોલી શકવાનો ગુસ્સો આપણે બીજાનું અપમાન કરી કાઢીએ છીએ.આ નિયમ બદલવા માટેનો એક જ ઉપાય છે ખોટી રીતે થતાં અન્યાય અને અપમાન સામે લડવાની હિંમત દાખવો …આપણાથી નીચેના માણસ પર ગુસ્સો ન કાઢો.અન્યાય સામે અવાજ ઉઠાવો અને જો ભૂલ થઈ હોય તો સ્વીકારીને સુધારો.