Charchapatra

કાયદો સૌ માટે સમાન: ખાખી હોય કે ખાનગી!

હું સુરત શહેરના એક જવાબદાર નાગરિક તરીકે આ નોટ દ્વારા એક મહત્ત્વપૂર્ણ મુદ્દા પર જનજાગૃતિ લાવવા ઈચ્છું છું. આ કોઈ વ્યક્તિવિશેષ સામેનો આરોપ નથી, પરંતુ “Rule of Law”અંગે જાગૃતિ અને કાયદાના સમાન અમલની ન્યાયસંગત માગ છે.ભારતના બંધારણની કલમ 14 સ્પષ્ટ રીતે કહે છે:“કાયદા સમક્ષ દરેક વ્યક્તિ સમાન છે અને કાયદાની સમાન સુરક્ષા મેળવવાનો અધિકાર ધરાવે છે.” અર્થ સ્પષ્ટ છે નાગરિક હોય કે અધિકારી, ખાખી હોય કે ખાનગી -કાયદો એક જ છે; અલગ નથી. Gujarat Police Manual / Service Rules મુજબ પોલીસ અધિકારી માટે કાયદાનું પાલન કરવું, જનતા સાથે સન્માનપૂર્ણ વર્તવું અને પોતે આદર્શ ઉદાહરણ બનવું ફરજિયાત છે.

વાહનચાલકોને અપમાનિત કરવું અથવા કાયદાની અમલવારીને પ્રદર્શન તરીકે રજૂ કરવું professional misconduct ગણાઈ શકે છે.“Rule of Law”નો મૂળ અર્થ છે – Selective enforcement નહીં Uniform application of law Authorityની accountability આ નોટ કોઈ આરોપ માટે નથી, પરંતુ એક પ્રામાણિક સવાલ છે: જો અધિકારી પોતે જ નિયમોનું પાલન ન કરે, તો સામાન્ય નાગરિક પાસેથી શિસ્ત અને પાલનની અપેક્ષા કેવી રીતે રાખી શકાય? “ગામને શિખામણ આપતાં પહેલાં, પોતે શિખામણ લો.” અહીં સલાહ નહીં, પરંતુ સમાન કાયદા અને જવાબદારીની ન્યાયસંગત માંગ છે. સુરત એક સંસ્કારી અને જાગૃત શહેર છે. ચાલો, આપણે સૌ મળી કાયદાનું પાલન કરીએ ખાખી હોય કે ખાનગી, કાયદો સૌ માટે એક સમાન.
સુરત     – આશિષ ટેલર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top